હીરા, સિરામિક પછી હવે પેપર ઉદ્યોગ મંદીના ભરડામાં, વૈશ્વિક નિકાસ ઘટતાં આવ્યું સંકટ

ગુજરાતમાં હીરા અને સિરામિક ઉદ્યોગમાં હજુ મંદી દૂર થઈ નથી ત્યાં પેપર ઉદ્યોગ મંદીના ભરડામાં આવી ગયો છે. મોરબીમાં સિરામિક બાદ પેપર ઉદ્યોગમાં મંદીએ મુશ્કેલી ઉભી કરી છે. ઘણી પેપરમીલને તાળા વાગી ગયા છે તો લોકોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. 

હીરા, સિરામિક પછી હવે પેપર ઉદ્યોગ મંદીના ભરડામાં, વૈશ્વિક નિકાસ ઘટતાં આવ્યું સંકટ

હિમાંશુ ભટ્ટ, મોરબીઃ ગુજરાત એટલે વેપાર...ધંધા અને ઉદ્યોગોનો રાજ્ય. ગુજરાતના એવા અનેક શહેરો છે જે પોતાના અલગ અલગ ઉદ્યોગને કારણે વિશ્વમાં ખ્યાતિ પામ્યા છે...જેમાં સુરતનો હીરા ઉદ્યોગ, રાજકોટ મશીનરી ઉદ્યોગ, મોરબીનો સિરામીક ઉદ્યોગનો સમાવેશ થાય છે...પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ તમામ ઉદ્યોગમાં મંદીનો જોરદાર માર પડ્યો છે. આજે વાત મોરબીની કરીએ...તો મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં મંદીનો માર પડ્યો છે...ત્યાં વધુ એક ઉદ્યોગ મંદીના કારણે મૃતપાય થવાની સ્થિતિમાં આવી ગયો છે...ત્યારે કયો છે આ ઉદ્યોગ?...કેમ આવ્યું છે સંકટ?...જુઓ આ અહેવાલમાં....

મોરબી શહેર તેના ઉદ્યોગને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતું છે...ઔદ્યોગિક નગર આ બન્ને ઉદ્યોગને કારણે જાણીતું છે..પરંતુ જેનાથી મોરબીને એક અલગ ઓળખ મળી હતી તે સિરામિક અને પેપર ઉદ્યોગને મંદીના વાદળોએ ઘેરી લીધો છે...અને એવો ઘેર્યો છે કે બન્ને ઉદ્યોગના અનેક કારખાના બંધ થઈ ગયા છે..જે ચાલી રહ્યા છે તે પણ ઓછા પ્રોડક્શનથી ચાલી રહ્યા છે...અને ગમે ત્યારે તેને પણ તાળા વાગી જાય તો નવાઈ નહીં....

સિરામિક ઉદ્યોગ મંદી અને મોંઘવારીમાં માંડ માંડ ધમધમી રહ્યો છે...200 જેટલા કારખાના સદંતર બંધ થઈ ગયા છે...કંઈક આવી જ સ્થિતિ હવે મોરબીના પેપર મીલ ઉદ્યોગની પણ થઈ છે....અનેક લોકોને રોજગારી આપતો આ પેપરમીલ ઉદ્યોગ મંદીમાં એવો ફસાયો છે કે છેલ્લા અઢી વર્ષમાં 23 જેટલી પેપર મીલો પર ખંભાતી તાળા મારવાની ફરજ પડી....પહેલા મોરબીના લીલાપર રોડ, સરતાનપર રોડ, માળિયા રોડ સહિત અલગ અલગ વિસ્તારમાં 75 જેટલી પેપર મીલો ચાલતી હતી...પરંતુ હાલ માત્ર 52 જ ચાલુ છે....

કેવી છે મંદી?
છેલ્લા અઢી વર્ષમાં 23 જેટલી પેપર મીલો પર તાળા મરાયા
મોરબીના વિવિધ વિસ્તારોમાં 75 જેટલી પેપર મીલો ચાલતી હતી
મોરબીમાં હાલ માત્ર 52 પેપર મીલ જ ચાલુ છે

જે કારખાના હાલ ચાલી રહ્યા છે તેમાં પણ પ્રોડક્શન પર 30થી 40 ટકાનો કાપ મુકવો પડ્યો છે...તો પ્રોડક્શન ઘટવાથી પડતર કિંમત પણ ઊંચી જતી રહી છે. જેના કારણે વૈશ્વિક બજારમાં મોરબીના પેપર મીલના ઉદ્યોગકારો ટકી શક્તા નથી....તેથી આ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ માગણી કરી છે કે, સરકારી સસ્તા ભાવનો લિગ્નાઈટ કોલસો પૂરો પાડવામાં આવે, વીજ પુરવઠામાં થોડી રાહત આપવામાં આવે, ઉદ્યોગમાં સોલાર સિસ્ટમ ફીટ કરાવે અને ઈમ્પોર્ટ થતાં પેપર વેસ્ટ પર સરકાર ડ્યુટી હટાવી દે, તો મોરબીના પેપરમીલ ઉદ્યોગને થોડી હૂંફ મળી શકે તેમ છે...

શું છે ઉદ્યોગકારોની માગ? 
સરકારી સસ્તા ભાવનો લિગ્નાઈટ કોલસો પૂરો પાડવામાં આવે
વીજ પુરવઠામાં થોડી રાહત આપવામાં આવે
ઉદ્યોગમાં સોલાર સિસ્ટમ ફીટ કરાવે 
ઈમ્પોર્ટ થતાં પેપર વેસ્ટ પર સરકાર ડ્યુટી હટાવી દે

મંદી, મોંઘવારીને કારણે અનેક પેપરમિલો બંધ થઈ ગઈ છે. કેટલીક બંધ થવાની તૈયારીમાં છે. ત્યારે મોટાપાયે લોકોને રોજગારી આપતા આ ઉદ્યોગને સરકાર ઓક્સિજન આપે તે જરૂરી બન્યું છે...ત્યારે જોવાનું રહેશે કે, સરકાર ક્યારે કોઈ જોગવાઈ કરે છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news