પદ્માવત સામે નહી ટકરાય 'પેડમેન': અક્ષયકુમારની ફિલ્મ લંબાઇ
- અક્ષય કુમાર પોતાની ફિલ્મ 25 જાન્યુઆરીએ નહી કરે રિલીઝ
- અક્ષયનો ઉપકાર હું આખી જીંદગી નહી ભુલુ : સંજય લીલા ભંસાળી
- 25 જાન્યુઆરીએ એક માત્ર ફિલ્મ પદ્માવત જ રિલીઝ થશે
Trending Photos
નવી દિલ્હી : અક્ષય કુમારની ફિલ્મ પેડમેન અને સંજય લીલા ભણસાળીની ફિલ્મ બોક્સ ઓફીસ પર ટકરાવાની હતી. જો કે હવે પદ્માવત મુદ્દે બોલિવુડનાં ખેલાડી કુમારે પોતાની ફિલ્મની રિલિઝને ટાળી દીધી છે. હવે અક્ષય કુમારની ફિલ્મ પેડમેન 9 ફેબ્રુઆરીએ રિલિઝ થશે. જ્યારે પદ્માવત 25 જાન્યુઆરીએ રિલીઝ થનારી એક માત્ર ફિલ્મ બની જશે. હવે પદ્માવત ફિલ્મ સામે કોઇ જ ફિલ્મ ટકરાશે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે, પદ્માવતની રિલીઝ 25 જાન્યુઆરીએ જાહેરાત થયા બાદ બોલિવુડની ઘણી ફિલ્મોએ પોતાની રિલીઝ ડેટ ટાળી દીધી હતી.
પદ્માવતનાં નિર્દેશક સંજય લીલા ભંસાળી અને પેડમેનનાં હિરો અક્ષય કુમારે આજે મુંબઇમાં એક સંયુક્ત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે અક્ષયે કહ્યુ કે, આંતરિક રીતે ટકરાવાની કોઇ જ જરૂર નથી. હવે બોક્સ ઓફીસ પર ક્લેશ કરવાની જરૂર નથી. તેમની જરૂરત આ ડેટ પર રિલિઝ કરવાની વધારે છે માટે હું પાછો હટી રહ્યો છું.
બીજી તરફ સંજય લીલા ભંસાળીએ અક્ષય કુમારનાં આ પગલાનાં વખાણ કરતા કહ્યું કે, અક્ષયે જે કહ્યું તે સાચે જ કમાલ છે અને હું તેમનો આભાર વ્યક્ત કરી રહ્યો છું. ભંસાળીએ આ પ્રસંગે કહ્યું કે, પદ્માવત ખુબ જ સમસ્યાઓ બાદ બનીને તૈયાર થઇ છે અને અમે તેને 25 જાન્યુઆરીએ રિલિઝ કરવા અંગે વિચારી રહ્યા છીએ. તે દિવસે અક્ષય કુમારની પેડમેન પણ રિલીઝ થવાની હતી. અમે અક્ષયને આ રિલીઝ ડેટ આગળ વધારવા માટે કહ્યું અને તેઓ માની ગયા. હું જીવનભર તેમનો આાભારી રહીશ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે