ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત સાથે જ ક્રિકેટ જગત માટે ખરાબ સમાચાર! આ ક્રિકેટરનું એકાએક નિધન, BCCI શોકમાં

Cricketer Passes Away: ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત સાથે જ ક્રિકેટ જગત માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક દુઃખદ સમાચાર શેર કર્યા છે. મુંબઈના આ ક્રિકેટરનું બુધવારે હાર્ટ એટેકથી નિધન થયું છે. 

ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત સાથે જ ક્રિકેટ જગત માટે ખરાબ સમાચાર! આ ક્રિકેટરનું એકાએક નિધન, BCCI શોકમાં

Cricketer Passes Away: ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત સાથે જ ક્રિકેટ જગત માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક દુઃખદ સમાચાર શેર કર્યા છે.  મુંબઈના પૂર્વ કેપ્ટન અને પસંદગી સમિતિના સભ્ય મિલંદ રેગેનું બુધવારે હાર્ટ એટેકથી મોત થયું છે. ભારત હાલમાં ચેમ્પિયન ટ્રોફીની તૈયારીમાં વ્યસ્ત છે. રવિવારના રોજ 76 વર્ષના રેગેને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવાર સવારે છ વાગ્યે તેમનું નિધન થયું છે. પરિવારમાં એમને પત્ની અને બે દીકરા છે. 

બેટ અને બોલ બંનેથી કરતા હતા કમાલ : ઓલરાઉંડરના રૂપમાં રેગેની 26 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો હતો. આમ છતાં તેઓ ક્રિકેટના મેદાન પર પાછા ફર્યા અને રણજી ટ્રોફીમાં મુંબઈની કપ્તાની કરી હતી. 1966-67 અને 1977-78 વચ્ચે 52 પ્રથમ શ્રેણીની મેચોમાં ચેમને ઓફ સ્પિન બોલિંગથી 126 વિકેટ લીધી હતી. તેમણે બેટીંગમાં પણ જોશ દેખાડ્યો હતો અને 23.56 ની સરેરાશથી 1,532 રન બનાવ્યા હતા.

 

— BCCI (@BCCI) February 19, 2025

ગાવસ્કર સાથે લીધું હતું શિક્ષણ : ભારત કે પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરના બાળપણના મિત્ર રેગેએ ગાવસ્કરની સાથે સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કર્યો હતો. મુંબઈ અને ક્રિકેટ સંઘ (એમસીએ)માં સૌથી વધુ સન્માનિત વ્યક્તિઓમાંથી એક તરીકે રેગે ઘણી ભૂમિકાઓ ભજવી હતી..

કાળી પટ્ટી બાંધીને ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા : એમસીએના અધ્યક્ષ અજિંક્ય નાયકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ''મિલિંદ રેગે સરના નિધન અંગે જાણી ઘણું દુખ થયું. મુંબઈ ક્રિકેટના ખેલાડી, પસંદગીકાર અને મેન્ટરના સ્વરૂપે રેગેનું અનોખું યોગદાન હતું. એમના માર્ગદર્શન તળે ભાવી પેઢીઓ તૈયાર થઈ છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે. નાગપુરમાં વિદર્ભ સામે રણજી મેચ રમવા ઉતરેલી મુંબઈની ક્રિકેટ ટીમે કાળી પટ્ટી ધારણ કરીને મેદાનમાં ઉતરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news