Vivah Muhurat 2025: આ વર્ષે લગ્નના 72 શુભ મુહૂર્ત, મહિના અને તારીખ પ્રમાણે જાણો વિગત
લગ્ન જીવનનો સૌથી ખાસ સમય છે જે આપણા 16 સંસ્કારોનો પણ એક ભાગ છે. લગ્ન માટે શુભ મુહૂર્તનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેની અસર આપણા જીવનની સાથે સાથે આપણા કામ પર પણ પડે છે. આવી સ્થિતિમાં, વર્ષ 2025ની શરૂઆત પહેલા, ચાલો જાણીએ લગ્ન માટેના શુભ મુહૂર્ત વિશે જે અહીં આપવામાં આવ્યું છે.
Trending Photos
સનાતન ધર્મમાં કોઈપણ કાર્ય શુભ મુહૂર્ત વગર કરવામાં આવતા નથી. કોઈપણ માંગલિક કાર્ય કરતા પહેલા શુભ મુહૂર્ત જાણવું ખુબ જરૂરી હોય છે. ખાસ કરીને લગ્ન એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય છે અને તે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખિત 16 સંસ્કારોનો ભાગ છે. લગ્ન માટે મુહૂર્તનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે, કારણ કે તેની અસર આપણા જીવનની સાથે-સાથે તે કાર્યો પર પણ પડે છે.
વર્ષ 2025 શરૂ થઈ ગયું છે અને ઉત્તરાયણ બાદ લગ્નની સિઝન શરૂ થઈ જશે. તેવામાં જાણો વર્ષ 2025મા લગ્ન માટે કેટલા શુભ મુહૂર્ત છે.
લગ્ન માટે શુભ સમય જોવો શા માટે જરૂરી છે?
આ અંગે વધુ માહિતી આપતા પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે હિંદુ ધર્મમાં લગ્ન માટે શુભ મુહૂર્ત જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો લગ્ન ખોટા સમયે થાય છે તો પતિ-પત્નીના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. યોગ્ય સમયે લગ્ન કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. દેવશયન દરમિયાન લગ્ન કરવા અશુભ માનવામાં આવે છે, તેથી આ સમયગાળા દરમિયાન લગ્ન નથી થતા.
શુભ લગ્ન તારીખ સંપૂર્ણ યાદી 2025
આ વર્ષે 72 લગ્ન ના શુભ મુહર્ત છે જે ઘણા વધારે કહેવાય
જાન્યુઆરી 2025માં લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત છે. જાન્યુઆરીમાં 16, 17, 18, 19, 20, 21, 23, 24, 26 અને 27 તારીખ લગ્ન માટે શુભ છે. (10)
ફેબ્રુઆરી 2025
ફેબ્રુઆરી 2025માં કુલ લગ્નો માટે શુભ મુહૂર્ત છે. ફેબ્રુઆરી મહિનામાં 2, 3, 6, 7, 12, 13, 14, 15, 16, 18, 19, 21, 23 અને 25 તારીખો શુભ છે.( 14)
માર્ચ 2025
માર્ચ 2025 માં 1, 2, 6, 7 અને 12 લગ્ન માટે શુભ માનવામાં આવે છે.(5)
એપ્રિલ 2025
લગ્ન એપ્રિલ 2025માં 14, 16, 18, 19, 20, 21, 25, 29 અને 30 તારીખે થઈ શકે છે. (9)
મે 2025
મે 2025 માં લગ્ન માટેની શ્રેષ્ઠ તારીખો 1, 5, 6, 8, 10, 14, 15, 16, 17, 18, 22, 23, 24, 27 અને 28 છે. (15)
જૂન 2025
જૂન 2025માં શુભ તારીખો 2, 4, 5, 7 અને 8 છે.( 5)
નવેમ્બર 2025
નવેમ્બર 2025માં 2, 3, 6, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25 અને 30 તારીખો લગ્ન માટે શુભ છે. (14)
ડિસેમ્બર 2025
વર્ષના છેલ્લા મહિનામાં 4, 5 અને 6 ડિસેમ્બરે લગ્ન સંપન્ન થઈ શકે છે. (3)
પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે