ઉત્તરાયણના પવન વિશે પરેશ ગોસ્વામીની આગાહી, પતંગ રસિકો માટે સારા સમાચાર

Paresh Goswami Prediction : ઉત્તરાયણના તહેવારને હવે બે દિવસની વાર છે. ત્યારે આવામાં મકર સંક્રાંતિએ પવન કેવો રહેશે, પવનની દિશા કેવી રહેશે, પતંગ ઉડશે કે નહિ ઉડે તે અંગે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. 

ઉત્તરાયણે પવન કેવો રહેશે

1/4
image

હવામાન નિષ્ણાતે કહ્યું કે, આ દિવસે પવનની સ્પીડ વધુ રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની સ્પીડ 20થી 22 કિમી પ્રતિ કલાકે રહેશે. સૌરાષ્ટ્રની અંદર પતંગરસિકો માટે સારા સમાચાર છે. કચ્છ વિસ્તારમાં પવનની ગતિ 14થી 18 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાકે જોવા મળશે. તો છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગરમાં પવનની ઝડપ 12થી 15 કિમી પ્રતિ કલાકે રહેશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વિરમગામ, આણંદ, નડિયાદ અને વડોદરામાં 10થી 12 કિમી પ્રતિ કલાકે રહેશે. 

પરેશ ગોસ્વામીની આગાહી

2/4
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, મકરસક્રાંતિના દિવસે પવનની સ્પીડ ગુજરાતમાં અનુકૂળ રહેશે. આ દિવસે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ચોખ્ખું રહેશે. આ દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં હવામાનમાં પલટો આવે તેવી કોઇ શક્યતા નથી દેખાતી. મકર સંક્રાંતિના દિવસે આકાશ ખુલ્લુ રહેશે.

કેવું રહેશે તાપમાન

3/4
image

તાપમાન વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ દિવસોમાં ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન 25 થી 30 ડિગ્રી સુધી રહેશે. બોર્ડર વિસ્તારમાં એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તાપમાન 20થી 22 ડિગ્રી રહેશે. 

4/4
image