બીમારીના નામે રજા લેતા પહેલાં થઈ જાવ સાવધાન! ખોટું બોલનાર કર્મચારીઓનું આવી બનશે
Sick Leave: બિમારી કે સ્વજનોના મૃત્યુના નામે ખોટું બોલીને ઓફિસમાંથી રજા લેવું એક સામાન્ય વાત છે, પરંતુ હવે કંપનીઓ આ મામલે કડક બની રહી છે. તે કર્મચારીઓની પાછળ જાસૂસો મોકલીને સત્ય શોધી રહી છે.
Trending Photos
Sick Leave: જૂઠું બોલીને ઓફિસમાંથી રજા લઈને બહાર ફરવા અથવા આરામ કરવો હવે કર્મચારીઓને મોંઘી પડી શકે છે કારણ કે કંપનીઓ તેમના સત્ય અને જૂઠને શોધવા માટે જાસૂસોની સેવાઓ લઈ રહી છે. કંપનીઓ દ્વારા હાયર કરવામાં આવતા આ પ્રાઈવેટ ડિટેક્ટિવ શોધી કાઢશે કે કર્મચારી ખરેખર બીમાર છે કે ખોટું બોલીને રજા લીધી છે. જર્મનીમાં કંપનીઓ દ્વારા કર્મચારીઓની પાછળ જાસૂસ મોકલવાનો આ ટ્રેન્ડ સૌથી વધુ જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે આ જાસૂસોએ ઘણા કર્મચારીઓના જુઠ્ઠાણા પકડી લીધા છે.
રજા ખરેખર જરૂરી છે કે બહાનું?
કંપનીઓ દ્વારા જાસૂસોને કામે લગાડીને કર્મચારીઓ પર નજર રાખવાનો હેતુ એ છે કે, તેઓ જાણી શકે કે કર્મચારીને ખરેખર રજાની જરૂર છે કે તે માત્ર બહાના બનાવી રહ્યા છે. વાસ્તવમાં બિનજરૂરી રીતે લેવામાં આવતી આ રજાઓના કારણે કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે.
ઝડપથી વધી રહી છે માંગ
પ્રાઈવેટ ડિટેક્ટિવ એજન્સીઓનું કહેવું છે કે, આવી માંગણી કરતી કંપનીઓની સંખ્યામાં વધારો થયો છે. એવી ઘણી એજન્સીઓ છે જેણે એક વર્ષમાં 1 હજારથી વધુ આવા મામલામાં પોતાની સેવાઓ આપી છે અને તેમના જાસૂસોએ શોધી કાઢ્યું છે કે, કર્મચારીઓ ખોટું બોલીને રજા લઈ રહ્યા છે.
GDPમાં ઘટાડો
જર્મનીની સ્ટેટિસ્ટિક્સ એજન્સી ડેસ્ટેટિસના ડેટા અનુસાર 2021માં સરેરાશ દરેક કર્મચારીએ 11.1 દિવસની બીમારીની રજા લીધી હતી, જે 2023માં વધીને 15.1 દિવસ થઈ ગઈ છે. 2023માં આ રજાઓના કારણે દેશની GDP 0.8%નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે તેને આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં કંપનીઓના પ્રદર્શન પર પણ તેની નકારાત્મક અસર પડી છે.
બીમારીના બહાનું બનાવીને પબમાં સ્ટેજ પરફોર્મન્સ આપી રહ્યા
આ પ્રાઈવેટ ડિટેક્ટિવ્સની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, જ્યારે લાંબી રજા પર ગયેલા ડ્રાઈવરની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, તે રજાના દિવસોમાં પબમાં સ્ટેજ પરફોર્મન્સ આપી રહ્યો હતા. આ મામલો ઈટલીનો હતો અને કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારબાદ ઈટલીની સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તના સ્વાસ્થ્ય માટે સારું છે અને તેને નોકરી પર પાછો રાખવામાં આવ્યો.
જર્મનીમાં કેમ વધી રહી થે આવી સમસ્યા?
જર્મનીમાં બીમારીના કારણે રજા પર રહેલા કર્મચારીઓને 6 અઠવાડિયા સુધી સંપૂર્ણ પગાર મળે છે. આ પછી વીમા કંપનીઓ તેમનો ખર્ચ ઉઠાવે છે. પરંતુ તેનાથી કંપનીઓ પર મોટો નાણાકીય બોજ પડી રહ્યો છે.
જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, કંપનીઓ જાસૂસો પર ખર્ચ કરવાને બદલે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી બીમારીઓને રોકવા માટે કામ કરે તો સારું રહેશે. આ ઉપરાંત તમારા કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવા અને કાર્યસ્થળ પર તણાવ ઘટાડવા પર ધ્યાન આપે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે