કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... માત્ર 15,000 માં ગુજરાત ફરવાની તક, IRCTC એ લોન્ચ કર્યું ખાસ ટુર પેકેજ

Gujarat Tour Package: આ ટુર પેકેજ ચાર દિવસ અને ત્રણ રાતનું હશે જેમાં દર શુક્રવારે ગુજરાત ફરવા માટેની ટ્રેન ઉપડશે. આ ટુર પેકેજ અંતર્ગત ટુરિસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ સહિતની ગુજરાતની પ્રખ્યાત જગ્યાઓએ ફરી શકે છે. આ ટુર પેકેજનો ચાર્જ પ્રતિ વ્યકિત 15440 રૂપિયા છે.

કુછ દિન તો ગુજારો ગુજરાત મેં...  માત્ર 15,000 માં ગુજરાત ફરવાની તક, IRCTC એ લોન્ચ કર્યું ખાસ ટુર પેકેજ

Gujarat Tour Package: જો તમે ગુજરાત ફરવાની ઈચ્છા ધરાવો છો અને સારા ટુર પેકેજની શોધમાં છો તો તમારા માટે IRCTC બેસ્ટ ઓફર લઈને આવ્યું છે. ભારતીય રેલવે ગુજરાત ફરવા માટે ખાસ ટૂર પેકેજ પ્લાન કર્યું છે. આ ટુર પેકેજમાં તમે ખૂબ ઓછા ખર્ચમાં ગુજરાતના ફરવા લાયક સ્થળોની મુલાકાત લઈ શકો છો.

આ પણ વાંચો:

આઇઆરસીટીસીના આ ટુર પેકેજનું નામ કેવડિયા વિથ અમદાવાદ એક્સ મુંબઈ રાખવામાં આવ્યું છે. આ ટુર પેકેજ ચાર દિવસ અને ત્રણ રાતનું હશે જેમાં મુંબઈથી દર શુક્રવારે ગુજરાત ફરવા માટેની ટ્રેન ઉપડશે. આ ટુર પેકેજ અંતર્ગત ટુરિસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ અને વડોદરાની પ્રખ્યાત જગ્યાઓએ ફરી શકે છે. આ ટુર પેકેજનો ચાર્જ પ્રતિ વ્યકિત 15440 રૂપિયા છે.

ટૂર પેકેજમાં કઈ સુવિધા મળશે

આ ટુર પેકેજમાં ટિકિટ સાથે સવારે નાસ્તો અને રાત્રે જમવાનું પ્રવાસીને આપવામાં આવશે. હોટલમાં રહેવાની વ્યવસ્થા પણ આઈઆરસીટીસી દ્વારા કરવામાં આવશે. મુસાફરોને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કવર પણ આપવામાં આવશે. ટ્રેનમાંથી ઉતર્યા બાદ ફરવા માટે એસી વિહિકલની વ્યવસ્થા IRCTC દ્વારા કરવામાં આવશે.

આ ટુર પેકેજ અંગે આઇઆરસીટીસી એ ટ્વીટ પણ શેર કરી છે. જો તમે પણ રજાઓમાં ગુજરાતની સુંદર જગ્યાઓને એક્સપ્લોર કરવા માંગતા હોય તો ટુર પેકેજ તમારા માટે શાનદાર છે. જેમાં તમે ઓછા ખર્ચે ગુજરાતની ફરવા લાયક જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news