ભારતના નવા વનડે કેપ્ટનને લઈને એક નવું નામ આવ્યું સામે, આ વિસ્ફોટક ખેલાડી લઈ શકે છે રોહિતની જગ્યા?

19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માના ભવિષ્ય પર નિર્ણય થઈ શકે છે. જો ભારત આ ચેમ્પિયન્સ ટ્રોફી ન જીતી શકે તો વનડે ટીમમાં ફેરફાર થઈ શકે છે અને નવો કેપ્ટન મળી શકે છે. 

ભારતના નવા વનડે કેપ્ટનને લઈને એક નવું નામ આવ્યું સામે, આ વિસ્ફોટક ખેલાડી લઈ શકે છે રોહિતની જગ્યા?

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફીનું પરિણામ રોહિત શર્માના ભવિષ્ય પર નિર્ણય કરી શકે છે. ટીમ ઈન્ડિયામાં એક વિસ્ફોટક ખેલાડી એવો છે, જે રોહિત શર્મા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો વનડે કેપ્ટન બની શકે છે. એક રિપોર્ટ અનુસાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જલ્દી ભારતીય ટીમનો વનડે કેપ્ટન બની શકે છે. લાંબા સમયથી હાર્દિક પંડ્યાને રોહિત શર્માનો ઉત્તરાધિકારી જોવામાં આવી રહ્યો છે. હાર્દિક પંડ્યા આ પહેલા સ્ટેન્ડઈન કેપ્ટન રહી ચૂક્યો છે. 

વનડે કેપ્ટનને લઈને નવું નામ આવ્યું સામે
પરંતુ પાછલા વર્ષે ટી20 વિશ્વકપ બાદ બીસીસીઆઈએ અચાનક સૂર્યકુમાર યાદવને ભારતનો ફુલ ટાઈમ ટી20 કેપ્ટન બનાવી દીધો હતો. ત્યારે હાર્દિક પંડ્યાને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી માટે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સમાપ્ત થયેલી ટી20 સિરીઝમાં અક્ષર પટેલ વાઇસ કેપ્ટન હતો. 

શું આ ધુરંધર લેશે રોહિત શર્માની જગ્યા?
દૈનિક જાગરણના એક રિપોર્ટ અનુસાર જો ટીમ ઈન્ડિયા આગામી ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહે છે તો હાર્દિક પંડ્યા ભારતનો નવો વનડે કેપ્ટન બની શકે છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હેડ કોચ ગૌતમ ગંભીર ઈચ્છતા હતા કે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન બને, પરંતુ રોહિત શર્મા અને અજીત અગરકર શુભમન ગિલની પસંદગી પર રાજી હતા. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું કે હાર્દિક પંડ્યા ટી20માં પોતાની કમાન ફરી હાસિલ કરી શકે છે, કારણ કે વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખરાબ ફોર્મમાં છે. પાછલા વર્ષે ટી20 વિશ્વકપ દરમિયાન હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન હતો, પરંતુ ફિટનેસ સંબંધિત ચિંતાઓને કારણે તેને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. 

BCCIના કેટલાક હિતધારકો અને હેડ કોચ ગૌતમ ગંભીરનું માનવું છે કે હાર્દિક પંડ્યાએ ભૂતકાળમાં ખુબ અન્યાયનો સામનો કરવો પડ્યો છે. ફિટનેસ સંબંધિત સમસ્યાને કારણે તેણે કેપ્ટનશિપની રેસમાંથી બહાર થવું પડ્યું, પરંતુ તેનું ફોર્મ શાનદાર રહ્યું છે. બીજીતરફ સૂર્યકુમાર યાદવ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી20 સિરીઝમાં માત્ર 28 રન બનાવી શક્યો હતો. તાજેતરમાં ટીમમાં તેની જગ્યાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. ભારત અત્યારે ઈંગ્લેન્ડ સામે વનડે સિરીઝ રમી રહ્યું છે. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમના અભિયાનનો પ્રારંભ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે મુકાબલાથી થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news