રાતે સૂતા પહેલા ભૂલ્યા વગર કરજો આ 7 મામૂલી ફેરફાર, હાર્ટએટેક સહિત દરેક પ્રકારનું જોખમ ટળશે!

આજની ભાગદોડવાળી જિંદગીમાં રહેણીકરણી એકદમ બદલાઈ ગઈ છે. બદલાયેલી રહેણી કરણીના કારણે રોગોએ માજા મૂકી છે. ત્યારે અહીં જણાવેલા ફેરફાર જો અમલમાં લાવશો તો તમને હાર્ટ સમસ્યાથી બચવામાં મદદ કરી શકે છે. 

Trending Photos

રાતે સૂતા પહેલા ભૂલ્યા વગર કરજો આ 7 મામૂલી ફેરફાર, હાર્ટએટેક સહિત દરેક પ્રકારનું જોખમ ટળશે!

હાલના સમયમાં આપણે જોઈએ છીએ કે હાર્ટની સમસ્યાઓ હાલતા ચાલતા જોવા મળે છે. ઉંમર પણ બાધ્ય નથી. એટલે કે નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક આવી જાય છે. હાલમાં જ અમદાવાદમાં 8 વર્ષની બાળકીને કાર્ડિયાક અરેસ્ટમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો. ડબલ્યુએચઓના જણાવ્યાં મુજબ હાર્ટ સંબંધિત બીમારીઓના કારણે દર વર્ષે 1.79 કરોડ લોકોના મોત થઈ રહ્યા છે. હાર્ટ ડિસીઝનું સૌથી મોટું કારણ ખરાબ  લાઈફસ્ટાઈલ છે. એટલે કે જો આપણે આપણી લાઈફ સ્ટાઈલ સુધારી લઈએ તો હ્રદયની મોટાભાગની સમસ્યાઓ આપોઆપ ટળી શકે છે. આ માટે તમારે વધુ મહેનત કરવાની પણ જરૂર નથી. બસ રાતે સૂતા પહેલા આદતોમાં થોડો ફેરફાર કરવો પડે. ખાસ જાણો આ માહિતી. 

રાતે સૂતા પહેલા તમારે શું ફેરફાર કરવા જોઈએ...ખાસ જાણો. 

1. વધુ પડતું ભોજન ન કરો
રાતે ડીનરમાં વધુ કે હેવી  ભોજન ન કરો. જો કરો તો તેના 4 કલાક બાદ જ સૂવા માટે જાઓ. રાતે સૂવા જાઓ તેના 2-3 કલાક પહેલા કોશશ કરો કે હળવું ભોજન કરો. 

2. દારૂ દુશ્મન
દારૂ મોટો દુશ્મન છે એ વાત પણ સમજી લો. જો હાર્ટ સંબંધિત પરેશાનીઓથી બચવું હોય તો રાતે  ક્યારેય દારૂ-સિગારેટનું સેવન ન કરો. એટલે સુધી કે બપોરે 3 વાગ્યા બાદ કેફીન કે  કોફી પણ પીઓ. 

3. સૂતા પહેલા ડીપ બ્રિધિંગ
હાર્ટ ડિસીઝ માટે સૌથી મોટો વિલન તણાવ છે. તણાવ ઘટાડવા માટે સવારે યોગ અને મેડિટેશન તો કરતા હોઈએ છીએ પરંતુ રાતે સૂતા પહેલા પોતાને રિલેક્સ કરવા માટે લાંબા ઊંડા શ્વાસ લો. આ કામ લગભગ 5 મિનિટ સુધી કરો. ધ્યાન પણ ધરી શકો છો. બોડીને થોડું સ્ટ્રેચ  પણ કરી લો. 

4. સ્ક્રીન ટાઈમ
રાતે સૂવાના એક કલાક પહેલા કોઈ પણ પ્રકારની સ્ક્રીનને બંધ કરી દો. એટલે સુધી કે વાઈફાઈની સ્વીચ પણ બંધ કરી દો. જો તમે મોબાઈલ કે ટીવીના કોઈ ગેઝેટ્સનો ઉપયોગ સૂતા સમયે કરશો તો તેનાથી હાર્ટ જ નહીં પરંતુ શરીરના દરેક અંગ પ્રભાવિત થશે. 

5. બેડરૂમને કુલ કરો
જો તમે ખરાબ વાતાવરણવાળા રૂમમાં  સૂઈ જશો તો સારી ઊંઘ આવશે નહીં. આથી રૂમમાં બિસ્તરને યોગ્ય રીતે લગાવો. યોગ્ય તકીયાનો ઉપયોગ કરો અને રૂમમાં અંધારું કરી નાખો. એકદમ શાંતિ સાથે તમને ઊંઘ આવવી જોઈએ. વચ્ચે ઊંઘ ન તૂટે તો વધુ સારું રહેશે. 

6. કાલની તૈયારી
અગાઉ કહ્યું કે તણાવ હાર્ટ ડિસીસનું સૌથી મોટું કારણ છે. આવામાં જો તમે રાતે સૂવા માટે જાઓ છો અને કાલની ચિંતા લઈને સૂવો છો તો તે તણાવ આપનારું રહેશે. આથી કાલે શું કરવાનું છે તેના માટે એક કમ્પલિટ પ્લાન બનાવી લો અને તેને લખી લો. કપડાં પહેલેથી પ્રેસ કરી લો. શું પહેરવું છે એ પણ નક્કી કરી લો. ક્યારે ક્યાં જવાનું છે એ પણ નક્કી કરો. આ રીતે પહેલેથી પ્લાનિંગ કરશો તો તણાવ રહેશે નહીં. 

7. પાણી ખુબ જરૂરી
એ ધ્યાન રાખો કે રાતે તમારા શરીરને પાણીની કમી ન હોવી જોઈએ. આથી રાતે સૂતા પહેલા પાણી જરૂર પીઓ. જો દૂધ પીતા હોવ તો એ પણ પી લેવું. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી મીડિયા રિપોર્ટ, ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news