Vastu Tips: પૂજાની આ 5 વસ્તુઓને ભુલથી પણ જમીન પર મુકવી નહીં, શરુ થઈ જાશે ખરાબ સમય

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને રાખવામાં પણ ભૂલ થઈ જાય તો વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે. આ વસ્તુઓને હંમેશા ધ્યાનપૂર્વક રાખવી જોઈએ જો તેને સંભાળીને રાખવામાં ન આવે તો જીવનમાં મુશ્કેલી વધી જાય છે. આ વસ્તુઓ પૂજાપાઠ સંબંધિત છે અને તેને અજાણતા પણ જમીન પર મૂકવાની ભૂલ ન કરવી. 

શિવલિંગ 

1/6
image

શિવલિંગ ભગવાન શિવનું પ્રતીક છે માન્યતા છે કે શિવલિંગમાં આખા બ્રહ્માંડની ઉર્જા સમાહિત હોય છે. તેથી પૂજા પાઠ દરમ્યાન શિવલિંગને ક્યારેય જમીન પર મૂકવું નહીં. શિવલિંગના હંમેશા એવી જગ્યાએ રાખવું જ્યાં સાફ-સફાઈ થયેલી હોય. 

દીવો 

2/6
image

પૂજાપાઠ દરમિયાન દીવો કરવામાં આવે છે આ દીવો ખૂબ જ શુભ હોય છે વાસ્તુ નિયમ અનુસાર પૂજા દરમિયાન દીવો કરો ત્યારે તેને પણ જમીન પર મૂકવો નહીં. જો દીવાને જમીન પર મુકવાનો હોય તો તેની નીચે ચોખા અવશ્ય મુકવા 

શાલીગ્રામ 

3/6
image

શાલીગ્રામ પૂજનીય છે તેને ભગવાન વિષ્ણુનું પ્રતીક ગણવામાં આવે છે. જે ઘરમાં શાલીગ્રામ સ્થાપિત હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ આવે છે. પરંતુ શાલીગ્રામને હંમેશા આસન પર સ્થાપિત કરવું જોઈએ જમીન પર તેને મૂકવાથી નુકસાન થાય છે. 

શંખ 

4/6
image

ધાર્મિક કાર્યોમાં શંખ વગાડવામાં આવે છે. આ શંખ ઘરમાં રાખવો પણ શુભ ગણાય છે. પરંતુ શંખને ક્યારેય જમીન પર મૂકવો નહીં. શંખને રાખવા માટે આસન હંમેશા રાખવું. શંખને આસન વિના જમીન પર મૂકવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. 

મૂર્તિ 

5/6
image

ઘણા લોકો મંદિર સાફ કરતા હોય ત્યારે ભગવાનની મૂર્તિઓને જમીન પર રાખી દેતા હોય છે. આવું ક્યારેય કરવું નહીં. ભગવાનની મૂર્તિ જમીન પર રાખવાથી ઘરમાંથી સુખ સમૃદ્ધિ છીનવાઈ જાય છે.

6/6
image