શું તમારું પણ આ બેંકમાં ખાતું છે? હવે નહીં થાય પૈસાની લેવડ-દેવડ, RBIએ લગાવ્યો પ્રતિબંધ

ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકની વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ હેઠળ, બેંક ન તો કોઈ નવી લોન આપી શકશે અને ન તો કોઈ ડિપોઝિટ લઈ શકશે.
 

શું તમારું પણ આ બેંકમાં ખાતું છે? હવે નહીં થાય પૈસાની લેવડ-દેવડ,  RBIએ લગાવ્યો પ્રતિબંધ

New india co-operative bank વિરુદ્ધ આરબીઆઈ તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તે હેઠળ આરબીઆઈએ બેંકની કારોબારી ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે બેંક ન કોઈ લોન આપી શકશે, ન કોઈ ડિપોઝિટ લઈ શકશે. ત્યાં સુધી કે પૈસા ઉપાડવા અને જમા કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આ નિર્ણયને કારણે લોકોને સમસ્યા થઈ શકે છે, જેના એકાઉન્ટ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકમાં છે. આરબીઆઈએ જેના પૈસા જમા હોય તે ઉપાડવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. હવે ડિપોઝિટર્સને 5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટનું ઈન્શ્યોરન્સ કવર મળશે. એટલે કે જો લોકોના પૈસા ડૂબી જાય તો ખાતાધારકોના 5 લાખ સુધીની રકમ વિમા હેઠળ કવર થશે. 

લોકોમાં મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે આરબીઆઈએ આ બેંક વિરુદ્ધ કેમ કાર્યવાહી કરી છે. આરબીઆઈ તરફથી આ વિશે વધુ માહિતી આપવામાં આવી નથી. પરંતુ બેંકની સ્થિતિમાં ફેરફાર ન થાય ત્યાં સુધી આરબીઆઈના પ્રતિબંધ લાગૂ રહી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news