Mahakumbh2025: નાગા સાધુઓ કુંભમાંથી વિદાય થાય ત્યારે કેમ પહેરી લે છે લંગોટ? ખાસ છે કારણ
Mahakumbh 2025: નાગા સાધુઓ જ્યારે કુંભમાંથી વિદાય થાય ત્યારે શરીરે એક વસ્ત્ર ધારણ કરી લે છે. તેની પાછળ એક ખાસ કારણ પણ છે. ખાસ જાણો.
Trending Photos
શું તમને ખબર છે કે નાગા સાધુ જ્યારે કુંભમાં પહોંચે છે ત્યારે વિશુદ્ધ નાગા સ્વરૂપમાં આવી જાય છે. શરીર પર ભસ્મ લપેટે છે. કોઈ વસ્ત્ર પહેરતા નથી અને ત્રિશુળ લઈને જ ચાલે છે. પરંતુ જેવા કુંભમાંથી વિદાય થાય છે ત્યારે તેઓ લંગોટ પહેરી લે છે અને શું તમે તેનું કારણ જાણો છો?
પ્રયાગરાજમાં વસંતપંચમીના શાહી સ્નાન બાદ નાગા સાધુઓ અને અખાડાઓની મહાકુંભથી વાપસી થઈ ચૂકી છે. સામાન્ય રીતે કુંભમાં ત્રીજા શાહી સ્નાન બાદ નાગા સાધુ પોત પોતાના અખાડા, હિમાલય કે અન્ય સ્થળો પર તપસ્યા માટે પાછા ફરવાનું શરૂ કરી દે છે. જ્યારે તેઓ કુંભમાં આવે છે ત્યારે અને પછી પાછા ફરે છે ત્યારે તેમના પહેરવેશમાં એક ફેરફાર થઈ ચૂક્યો હોય છે.
તમને જણાવી દઈએ કે આ વખતે મહાકુંભનું પહેલું શાહી સ્નાન 14 જાન્યુઆરીના રોજ થયું. તેમાં સૌથી આગળ નાગા સાધુઓનું દળ જ ચાલે છે અને સૌથી પહેલા સંગમમાં સ્નાન કરે છે. આ કામ ફરીથી 29 જાન્યુઆરીના રોજ બીજુ અને 3 ફેબ્રુઆરીના રોજ ત્રીજુ શાહી સ્નાન હતું ત્યારે થયું. દર વખતે શાહી સ્નાનમાં નાગા સાધુઓ સૌથી પહેલા સ્નાન કરવા માટે આવે છે. આ સાધુઓ ત્યાં સુધી કુંભમાં રહે છે જ્યાં સુધી તેઓ ઈશ્વર દ્વારા અપાયેલા કુદરતી સ્વરૂપ એટલે નગ્ન રહે છે. કોઈ વસ્ત્ર ધારણ કરતા નથી.
આ મહાકુંભ બાદ નાગા સાધુઓ હવે વર્ષ 2027માં નાસિક કુંભમાં જોવા મળશે. પછી 2028માં ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભમાં પણ મોટી સંખ્યામાં જોવા મળશે. આ નાગા સાધુઓ અનેક અખાડાઓ સાથે જોડાયેલા હોય છે અને આપણી સંસ્કૃતિની સૌથી પ્રાચીન પરંપરાઓનું પાલન કરે છે. પણ એક વાત એ હોય છે કે નાગા સાધુઓ જ્યારે કુંભમાં ત્રીજા શાહી સ્નાન કર્યા બાદ પાછા ફરે છે ત્યારે એક વસ્ત્ર તેમના શરીર પર જરૂર આવી જાય છે. આ સંસારિક દુનિયામાં તેમની અવરજવર માટે જરૂરી હોય છે.
જેવા નાગા સાધુઓ સાંસારિક દુનિયા માટે રવાના થાય છે ત્યારે તેઓ શરીરમાં નીચેના ભાગમાં લંગોટ બાંધી લે છે. આ બાંધીને જ તેઓ કુંભ છોડે છે. તેની પાછળ અનેક આધ્યાત્મિક, સામાજિક અને પરંપરાગત કારણો હોય છે. નાગા સાધુઓ કુંભમેળા અને અન્ય વિશેષ અવસરો પર નિર્વસ્ત્ર રહી શકે છે. પરંતુ સામાન્ય જીવનમાં તેમણે સમાજની મર્યાદાઓનું પાલન કરવાનું હોય છે. આથી જ્યારે તેઓ સાંસારિક દુનિયામાં હોય છે ત્યારે લંગોટ કે કઈક વસ્ત્ર ધારણ કરવું જરૂરી માનવામાં આવે છે.
અખાડામાં નાગા સાધુઓ માટે કેટલાક કડક નિયમો હોય છે. તેમાંથી એક નિયમ એ પણ હોય છે કે જ્યારે તેઓ કોઈ ધાર્મિક આયોજન, મુસાફરી કે કોઈ સામાજિક સ્થાન પર જાય છે ત્યારે તેઓએ લંગોટ કે સાધુ વસ્ત્ર પહેરેલા હોય છે. લંગોટ ફક્ત એક વસ્ત્ર નહીં પરંતુ આત્મસંયમનું એક પ્રતિક પણ છે. આ નાગા સાધુઓને યાદ અપાવે છે કે તેઓ સાંસારિક સુખો અને ભૌતિક ઈચ્છાઓથી ઉપર છે અને તેમના જીવનનો ઉદ્દેશ્ય સાધના અને તપસ્યા છે.
આજના આધુનિક સમાજમાં જાહેરમાં નગ્નતા સ્વીકાર્ય હોતી નથી. આથી નાગા બાવાઓ પણ કાનૂની અને પ્રશાસનિક નિયમોનું પાલન કરવાનું હોય છે. જેનાથી તેઓ સમાજમાં કોઈ પણ બાધા વગર રહી શકે. નાગા બાવાઓ કોઈ વિશેષ અખાડા સાથે જોડાયેલા હોય છે. જેમ કે જૂના અખાડા, અટલ અખાડા, મહાનિર્વાણી અખાડા, વગેરે. કુંભ પૂરો થાય ત્યારબાદ તેઓ પોતાના અખાડાઓમાં પાછા પરે છે. જ્યાં તેઓ પોતાના શિષ્યોને દિક્ષા આપે છે. ધાર્મિક અનુષ્ઠાન કરે છે અને સાધના ચાલુ રાખે છે.
કેટલાક હિમાલય અને અન્ય એકાંત તપસ્યા સ્થળો પર જતા રહે છે. અનેક નાગા સાધુઓ કુંભ પૂરો થયા બાદ હિમાલય, ગંગોત્રી, યમુનોત્રી, અમરકંટક, ગિરનાર અે નેપાળ જેવા સ્થાનો પર જતા રહે છે. જ્યાં તેઓ તપસ્યા અને સાધના કરે છે. જેનાથી તેમની આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે