2 રૂપિયાથી સસ્તા સ્ટોકમાં આવી એવી તેજી કે ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ, જાણો અત્યારે શું છે ભાવ?

Multibagger Stock: છેલ્લા કેટલાક વર્ષોમાં ધ્રુવ કેપિટલ સર્વિસિસના શેરના ભાવમાં ભારે વધારો થયો છે. એક સમયે કંપનીના શેરની કિંમત 2 રૂપિયાથી ઓછી હતી.

2 રૂપિયાથી સસ્તા સ્ટોકમાં આવી એવી તેજી કે ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ, જાણો અત્યારે શું છે ભાવ?

Multibagger Stock: ધ્રુવ કેપિટલ સર્વિસેઝ (Dhruva Capital Services) ના શેરની કિંમતોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર તેજી જોવા મળી છે. એક સમય પર કંપનીના શેરનો ભાવ 2 રૂપિયાથી ઓછો હતો. તો હવે કંપનીના શેરનો ભાવ 200 રૂપિયાને પાર પહોંચી ગયો છે. મહત્વનું છે કે ધ્રુવા કેપિટલ સર્વિસેઝના શેરની કિંમતમાં 2900 ટકાથી વધુની તેજી જોવા મળી છે. 

બીએસઈમાં આજે કંપનીના શેરનો ભાવ 4.98 ટકાના ઘટાડા સાથે 214.70 રૂપિયાના લેવલ પર બંધ થયો હતો. આ પહેલા કંપનીના શેરનો ભાવ આજે એટલે કે ગુરૂવારે 215.50 રૂપિયાના લેવલ પર ખુલ્યો હતો. તો કાલે સ્ટોક 225.95 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. 

5 વર્ષમાં ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા
જો કોઈ ઈન્વેસ્ટરે એક લાખ રૂપિયાનું રોકાણ આ કંપનીના શેરમાં 5 વર્ષ પહેલા કર્યું હોત તો આજે તેનું રિટર્ન વધી 1.10 કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે કે આ પેની સ્ટોકે 5 વર્ષમાં ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા છે. 

વર્ષ દર વર્ષ કંપનીનું પ્રદર્શન
આ મલ્ટીબેગર સ્ટોક માટે આ વર્ષ ખૂબ જ મુશ્કેલ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન કંપની શૂન્ય ટકા વળતર આપવામાં સફળ રહી છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 30 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે, એક વર્ષમાં શેરના ભાવમાં 40 ટકાનો ઘટાડો થયો છે. જે રોકાણકારો છેલ્લા 2 વર્ષથી કંપનીના શેર ધરાવે છે તેમને અત્યાર સુધીમાં 550 ટકા નફો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરની કિંમત 33 રૂપિયાથી વધીને 215 રૂપિયા થઈ ગઈ છે.

ત્રણ વર્ષ પહેલા કંપનીના શેરની કિંમત શેર દીઠ માત્ર રૂ.6 હતી. ત્યારપછી કંપનીના શેરના ભાવમાં 3500 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, કંપનીએ 4 વર્ષમાં પોઝિશનલ રોકાણકારોને 110 ગણું વળતર આપ્યું છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news