Shikhar Dhawan: ચેમ્પિયન્સ ટ્રોફીમાં શિખર ધવનની એન્ટ્રી... સરફરાઝને પણ મળી મોટી જવાબદારી

Champions Trophy 2025 : પાકિસ્તાનની યજમાનીમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે ફાઈનલ 9 માર્ચે રમાશે. આના એક સપ્તાહ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ શિખર ધવન સહિત 4 ખેલાડીઓને ખાસ ભૂમિકા માટે નિયુક્ત કર્યા છે. 

1/6
image

Champions Trophy 2025 : પૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં એન્ટ્રી મળી છે. જો કે, ધવન એક ખેલાડી તરીકે નહીં પરંતુ અન્ય ભૂમિકામાં જોવા મળશે. ધવનને ઈવેન્ટ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે.

2/6
image

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની યજમાનીમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે ફાઈનલ 9 માર્ચે રમાશે. આના એક સપ્તાહ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટૂર્નામેન્ટ માટે 4 ખેલાડીઓને ઈવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે.

3/6
image

ધવન સિવાય અન્ય ખેલાડીઓ જેમને ICC દ્વારા ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમાં પાકિસ્તાનની ટીમના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદ, પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસન અને ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટિમ સાઉથીનો સમાવેશ થાય છે. આ ચારેય ખેલાડીઓ આ ટુર્નામેન્ટ દરમિયાન કોલમ લખશે અને મેચોમાં પણ હાજરી આપશે. 

4/6
image

ધવને ICC દ્વારા બહાર પાડવામાં નિવેદનમાં કહ્યું છે કે, 'ચેમ્પિયન્સ ટ્રોફીનો હિસ્સો બનવું એક ખાસ લાગણી છે. એમ્બેસેડર તરીકે આગામી ટુર્નામેન્ટનો આનંદ માણવો એ ખૂબ જ સન્માનની વાત છે. આ ખાસ ટુર્નામેન્ટ છે જેની સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે.

5/6
image

ધવને બે વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો હતો અને બંને વખતે તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવતો ગોલ્ડન બેટ એવોર્ડ જીત્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો એકમાત્ર ખેલાડી છે.

6/6
image

આ ઓપનિંગ બેટ્સમેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ 701 રન બનાવ્યા છે. 2013માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેને ટુર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો.