શું હોય છે શાલિગ્રામ શિલા, જેમાંથી બનશે રામ-સીતાની મૂર્તિ

Ayodhya Ram Mandir: અયોધ્યાની રામ જન્મભૂમિનું કામ બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 2024 સુધી રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર સ્થાપિત કરી દેવામાં આવશે. રામ લલાની મૂર્તિને તૈયાર કરવા માટે નેપાળની ગંડકી નદીમાંથી શાલિગ્રામ શિલાખંડ ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. તે શીલાખંડને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

શું હોય છે શાલિગ્રામ શિલા, જેમાંથી બનશે રામ-સીતાની મૂર્તિ

નવી દિલ્લી: અયોધ્યાની રામ જન્મભૂમિનું કામ બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. રામલલાની પ્રતિમા માટે લોકોમાં અત્યંત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યાના આ ભવ્ય મંદિરમાં રામલલાની મૂર્તિ શાલિગ્રામ પથ્થરથી તૈયાર કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે 2024 સુધી રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર સ્થાપિત કરી દેવામાં આવશે. રામ લલાની મૂર્તિને તૈયાર કરવા માટે નેપાળની ગંડકી નદીમાંથી શાલિગ્રામ શિલાખંડ ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. તે શીલાખંડને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જાણકરોના જણાવ્યા પ્રમાણે આ પથ્થરના બે ટુકડા છે. આ પથ્થરનું કુલ વજન 127 ક્વિન્ટલ છે. આ શિલાખંડોને 2 ફેબ્રુઆરી સુધી અયોધ્યા લાવવામાં આવશે,

અયોધ્યાની રામ જન્મભૂમિનું કામ બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 2024 સુધી રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર સ્થાપિત કરી દેવામાં આવશે. જાણકારોના મતે હાલમાં આ શિલાખંડોને નેપાળના જનકપુર લાવવામાં આવ્યા છે. જનકપુરના મુખ્ય મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવી. સાથે જ આ શિલાખંડોની પણ પૂજા કરવામાં આવી. વિશેષ પૂજા પછી આ શિલાખંડોને ભારત લાવવામાં આવશે. 31 જાન્યુઆરી સુધી તે શિલાખંડ ગોરખપુરના ગોરક્ષપુરમાં લાવવામાં આવશે,

શું છે શાલિગ્રામ પથ્થરની માન્યતા:
શાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથોમાં પણ માતા તુલસી અને ભગવાન શાલિગ્રામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આથી આ શિલાખંડોને બહુ ખાસ માનવામાં આવે છે. લોકોના જણાવ્યા પ્રમાણે આ શિલાખંડનું ધાર્મિક મહત્વ છે. કેમ કે તેનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. આ પથ્થરોની સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ શિલાખંડ મોટાભાગે ગંડકી નદીમાં જ મળી આવે છે. હિમાલયના રસ્તામાં પાણી પહાડો સાથે ટકરાઇને આ પથ્થરને નાના-નાના ટુકડામાં તોડી નાંખે છે. અને નેપાળના લોકો આ પથ્થરોને શોધીને બહાર કાઢે છે. ત્યારબાદ તેની પૂજા કરે છે. માન્યતા પ્રમાણે શાલિગ્રામ 33 પ્રકારના હોય છે. શાલિગ્રામનો પથ્થર ભગવાન વિષ્ણુના 24 અવતાર સાથે જોડવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં શાલિગ્રામનો પથ્થર હોય છે. તે ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આપસમાં પ્રેમ રહે છે. સાથે જ માતા લક્ષ્મીની પણ કૃપા રહે છે. 

શિલાઓમાંથી બનશે રામલલાની મૂર્તિ:
રામલલાની મૂર્તિ તૈયાર કરવા માટે જે મૂર્તિકારો અને કલાકારોની પસંદગી કરવામાં આવી છે. રામલલાની મૂર્તિ 5થી 5.5 ફૂટની બાળ સ્વરૂપની હશે. મૂર્તિની ઉંચાઈ એ રીતે નક્કી કરવામાં આવી રહી છે કે રામનવમીના દિવસે સૂર્યના કિરણો લીધા રામલલાના કપાળ પર પડે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news