પીએમ મોદી લોકસભા-વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાની તરફેણમાં, ગણાવ્યા કારણો

ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ચૂંટણી પણ તહેવારોની જેમ હોવી જોઈએ

પીએમ મોદી લોકસભા-વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાની તરફેણમાં, ગણાવ્યા કારણો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરવાના આયોજનની તરફેણ કરતા કહ્યું કે એનાથી ધન અને સમય બંનેની બચત થશે. આ સાથે જ વડાપ્રધાને દેશમાં જાતિ આધારિત રાજનીતિને ટાર્ગેટ કરીને સ્પષ્ટતા કરી છે કે તેમનો મૂળમંત્ર વિકાસ છે. શુક્રવારે 'ઝી ન્યૂઝ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વડ્રાપ્રધાને કહ્યું કે ચૂંટણી પણ તહેવાર જેવી હોવી જોઈએ. જેમ હોળીમાં તમે રંગ અને કિચડ બંને ફેંકો છો અને પછી બીજી હોળી સુધી ભુલી જાઓ છો. અત્યારે તો લોજિસ્ટિક દ્રષ્ટિકોણથી જોઈએ તો દેશ હંમેશા ચૂંટણીના મૂડમાં છે. 

વડાપ્રધાને કહ્યું કે ચૂંટણીની તારીખો પણ નક્કી હોવી જોઈએ જેથી સરકારી તંત્ર આખું વર્ષ ચૂંટણીમાં રોકાયેલું ન રહે. વડાપ્રધાને લોકસભા, વિધાનસભા તેમજ સ્થાનિક નિગમોની ચૂંટણી માટે એક જ મતદાતા યાદી હોવાની પણ તરફેણ કરી છે. દેશમાં હાલમાં પ્રવર્તી રહેલી જાતિ્ આધારિત રાજનીતિ વિ્શે વડાપ્રધાને કહ્યું છે કે ભારતનું દુર્ભાગ્ય છે કે દેશમાં જાતિ આ્રધારિત રાજનીતિનો ઇતિહાસ રહ્યો છે.

ઝડપથી વિકસી રહી છે ભારતની અર્થ વ્યવસ્થા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ સારી રીતે જાણે છે કે દાવોસ એક પ્રકારે વિશ્વનાં અર્થ જગતની સૌથી મોટી પંચાયત બની ચુકી છે. અર્થ જગત સાથે જોડાયેલા તમામ લોકો ત્યાં એકત્ર થાય છે. ભાવી આર્થિક સ્થિતી શું રહેશે તેનાં પર ફોકસ રહેશે. આ વખતે 10 મુખ્ય દેશોની મીટિંગ અહીં થઇ રહી છે, પરંતુ પહેલાથી ભારત આકર્ષણનું કેન્દ્ર છે, અર્થ જગતનું ધ્યાન આપણા પર છે. એક તો ભારતની જીડીપી ઝડપથી વધી રહી છે, બીજુ ડેમોક્રેટિટ વેલ્યુઝ ઇટ્સ યૂનિક કોમ્પિનેશનન તો ભારત માટે તક છે. ભારત એક મોટુ માર્કેટ તો છે જ એક મોટુ ડેમોક્રેટિક ડિવિડન્ટ વાળો દેશ છે. જ્યારે વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર છે તો સ્વાભાવિક છે કે વિશ્વ તેનો સીધો સંપર્ક કરવા માંગે છે. એક ખુબ જ મોટા ડેમોક્રેટિક ડિવિડેન્ડ વાળો દેશ છે.દેશવાસીઓ જે પ્રોગ્રેસ કરી રહ્યા છે, તેમનો ઉત્સાહ છે, સિદ્ધિઓ છે, તેને વર્લ્ડની સામે રાખવાનો મને ગર્વ થશે.

2014 બાદ વિશ્વ ડાયરેક્ટ કનેક્ટ થઇ રહ્યું છે. ભારતથી સૌથી મોટી વાત છે કે 30 વર્ષ બાદ પુર્ણ બહુમતીવાળી સરકાર આવી છે. આ વિશ્વમાં ઘણુ મહત્વનું છે. આ પહેલા દિવસથી જ તેની અસર જોવા મળી રહી છે. જ્યારથી અમારી સરકાર આવી ભારતમાં દરેક ઘરમાં સારૂ કરી રહી છે. એટલા માડે વિશ્વ સ્વિકારી રહ્યું છે. ગુડ ગવર્નન્સ, ટ્રાન્સપરન્સી વગેરે જ્યારે વર્લ્ડ જુએ છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં 142થી 100 રેન્ક પર આવવું તે એક મોટી વાત છે. મોદીનાં શબ્દોમાં શક્તિ છે. તમારી પાસે જે બહુમતી છે તેનાં પર આ ભરોસો છે. વિશ્વનાં સૌથી મોટી લોકશાહીનું મેન્ડેટ સૌથી મહત્વપુર્ણ છે, મોદી નહી. મારૂ કામ છે 125 કરોડ ઇન્ડિયન્સનો અવાજ બનવાનું.

ટીકા જ છે લોકતંત્રની તાકાત 
વડાપ્રધાને જણાવ્યું છે કે ટીકાને ખરાબ વાત તરીકે ન જોવી જોઈએ. આ વાત જ લોકતંત્રની તાકાત છે પણ દરેક વસ્તુનું વિશ્લેષણ હોય છે. સારી વસ્તુના વખાણ થવા જોઈએ અને ખામીઓની ટીકા. જોકે વડાપ્રધાને અફસોસ વ્યક્ત કર્યો છે કે અનેકવાર ટીકા ઓછી થાય છે અને આરોપ વધારે લગાવવામાં આવે છે. વડાપ્રધાને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે એ વાત સાચી છે કે દેશ જીડીપી, કૃષિ, ઉદ્યોગ અને માર્કેટ વિશે વાતચીત થાય છે. 

વડાપ્રધાને જણાવ્યું છે કે દુનિયા હવે સૌથી મોટી લોકશાહીની કાર્યશૈલીને ઓળખવા લાગી છે. વડાપ્રધાન 125 કરોડ ભારતીયોની શક્તિ અને પ્રતિબદ્ધતાને પોતાનાથી વધારે મહત્વ આપે છે. તેઓ કહે છે કે ''મારું કામ 125 કરોડ લોકોનો અવાજ બનવાનું છે. હું ઇમાનદારીથી આ વાતનો પ્રયાસ કરી રહ્યો છું. દુનિયા એ વાત સ્વીકારી છે કે ભારત સારો દેખાવ કરી રહ્યું છે. સરકાર સામાજિક, આર્થિક અને મેનેજમેન્ટના મોર્ચા પર સારું કામ કરી રહી છે.''

પ્રોટોકોલ મામલે કરી મોટી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ''ક્યારેય ક્યારેક ખામી શક્તિમાં બદલાઈ જાય છે. મારો મૂળ સ્વભાવ છે સમસ્યાઓને તકમાં બદલવાનો. જ્યારે હું વડાપ્રધાન બન્યો હોત ત્યારે લોકો કહેતા હતા કે આને તો દુનિયાની માહિતી નથી. આ એક રીતે સારું પણ હતું કે મારી પાસે કોઈ અનુભવ નહોતો. મારી પાસે કોઈ બેગેજ નહોતું એ એક રીતે ફાયદો હ તો. હું કહેતો હતો કે હું તો કોમનમેનની જેમ જીવીશ. મારી આ સ્ટાઇલ હવે દુનિયાને પસંદ આવી ગઈ છે. મારો પ્રયાસ એ જ હોય છે કે દેશને કોઈ નુકસાન ન થવું જોઈએ.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના નેતાઓને ગળે મળવાની પોતાની ફેમસ સ્ટાઇલ વિશે કહ્યું છે કે તેમને પ્રોટોકોલ વિશે કોઈ જાણકારી નથી કારણ કે તેઓ સામાન્ય માણસ છે. આ વાત જ તેમની તાકાત બની ગઈ છે. દુનિયાના નેતા પણ તેમના ખુલ્લાપણાને પસંદ કરે છે. ગળે મળવાના તેમના સ્વભાવ વિશે કોંગ્રેસે કરેલા કટાક્ષના કેટલાક દિવસો પછી આજેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ જો ‘પ્રશિક્ષિત’ હોત તો હાથ મેળવવા માટે તેમજ ડાબી અને જમણી બાજુ જોવા માટે પણ પ્રોટોકોલનું પાલન કરતા હોત.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news