કંપનીના બોસની ઓફર, 'દારૂ પીવડાવીશું, જો ચડી ગઈ તો રજા આપીશું'...સાંભળીને લોકોને જલસા પડી ગયા
Viral News: કંપનીઓ કર્મચારીઓને આકર્ષવા માટે જાત જાતની ઓફરો મૂકે છે જેમાં બોનસ વધારે, પગાર વધારે, સારું પેકેજ વગેરે અનેક વાતો સામેલ હોય છે. પરંતુ આ ઓફર જાણીને તમને પણ નવાઈ લાગશે. આવી તો કોણ આપે ઓફર?
Trending Photos
સામાન્ય રીતે નોકરીમાં તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડતું હોય છે. જો તમે તે નિયમોનું પાલન ન કરો તો તમારે નોકરીમાં ટકવું મુશ્કેલ બની શકે. આવા નિયમો ઓફિસની કામગીરી યોગ્ય રીતે ચાલે તે રીતે બનાવવામાં આવતા હોય છે. જો કે હાલ તો જાપાનની એક કંપની ચર્ચામાં છે. એક એવી નોકરીની ઓફર મૂકી છે કે જાણીને દંગ રહી જશો.
કંપનીએ કર્મચારીઓને આકર્ષવા માટે અજીબોગરીબ ઓફર મૂકી છે. તેમનું કહેવું છે કે ઓફિસમાં ડ્રિંક આપશે અને જો નશો વધુ પડતો થઈ જશે તો હેંગઓવર માટે રજા પણ આપશે. એટલું જ નહીં કર્મચારીને બોસ સાથે જામ છલકાવવાની પણ તક મળશે અને તેની કરિયર પર કોઈ અસર પણ નહીં પડે. તમે પણ વિચારતા હશો કે ભલા આવી ઓફર કેમ અને શું કામ આપે?
વાત જાણે એમ છે કે જાપાનના ઓસાકામાં એક નાની ટેક કંપનીએ નોકરી માટે અરજીઓ મંગાવી છે. તેમની પાસે બજેટ એટલું નથી જેટલું મોટી કંપનીઓ પાસે હોય છે. આવામાં તેમણે કર્મચારીઓને દારૂ પીવડાવવાની વ્યવસ્થા કરી છે. સ્ટાફને ઓફર આપી છે કે કામ કરાના કલાકો વચ્ચે જ આલ્કોહોલવાળું ડ્રિંક પી શકો છો એ પણ મફત. જો તેમને હેંગઓવર થઈ જાય કે ઓફિસ આવવાની સ્થિતિ ન હોય તો તેમને નશો ઉતારવા માટે રજા પણ મળશે. Trust Ring Co. નામની આ કંપનીના બોસ પોતે પણ કર્મચારીઓ સાથે દારૂ પીવે છે અને પોતાની કંપનીમાં નવા કર્મચારીઓને પણ ઓફર કરે છે.
દારૂ પીઓ, ચડે તો ઘરે જાઓ
કર્મચારીઓને દારૂ પીધા બાદ માથું ભાગે લાગે તો તેમને કામ વચ્ચે 2-3 કલાકની રજા મળે છે અને તેમણે પોતાનું માઈન્ડ ક્લિયર કરવાનું હોય છે. કંપનીના સીઈઓનું કહેવું છે કે પોતાના કર્મચારીઓને વધુ પૈસા આપી શકે તેમ નથી. આવામાં તેઓ એક અલગ કલ્ચર આપવા માંગે છે. આ પ્રકારે તેઓ કર્મચારીઓને એવી ઓફર કરે છે જેને તેઓ પૈસા કરતા વધુ પસંદ કરતા હોય. કંપનીની સ્ટાર્ટિંગ સેલરી 222,000 યેન એટલે કે 1 લાખ 27 હજારથી વધુ હોય છે. જ્યારે 20 કલાકના ઓવરટાઈમના પૈસા પણ આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે