8,40,00,00,00,00,000 રૂપિયાની બોલી, શું ટ્વિટર બાદ Musk ખરીશે આ કંપની? મળ્યો એવો જવાબ...
OpenAI Acquisition: ટ્વિટર ખરીદ્યા પછી એલોન મસ્કે હવે ChatGPT બનાવનાર કંપની OpenAIને ખરીદવા માટે 97.4 બિલિયન (રૂ. 84 લાખ કરોડ)ની બિડ કરી છે. Musk ની બિડ ઓલ્ટમેન દ્વારા તરત જ નકારી કાઢવામાં આવી હતી. સાથે જ ટ્વિટર ખરીદવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
Trending Photos
Elon Musk OpenAI ના બિન-પ્રોફિટ ભાગને ખરીદવા માટે $97.4 બિલિયન (રૂ. 84 લાખ કરોડ)ની બિડ લગાવી છે. આ કદમ OpenAIના CEO Sam Altman સાથે તેમની રાયવલરીને વધુ તીવ્ર બનાવી શકે છે.The Wall Street Journal ના અહેવાલ મુજબ Musk ના વકીલ Marc Toberoffના માધ્યમથી આ પ્રસ્તાવ સોમવારે OpenAI ના બોર્ડની પાસે જશે. આ દરખાસ્ત Altman ની OpenAI ને નફાકારક કંપનીમાં ફેરવવાની અને મોટા AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ Stargate ને આગળ ધપાવવાની યોજનાને અવરોધી શકે છે.
Altman અને Musk વચ્ચે વધતો સંઘર્ષ
Musk ની બિડ Altman દ્વારા તરત જ નકારી કાઢવામાં આવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, નહીં, ધન્યવાદ, પરંતુ તમે ઈચ્છો તો અમે Twitter ને 9.74 બિલિયનમાં ખરીદી લઈશું. તેના પર મસ્કે જવાબ આપ્યો અને Altman ને 'Swindler' (છેતરપિંડી) કહ્યો અને બાદમાં પોસ્ટ કર્યું 'Scam Altman'
Musk ની બિડ ને તેની AI કંપની xAI તેમજ Valor Equity Partners, Baron Capital, Atreides Management, Vy Capital, અને Endeavor CEO Ari Emanuel સહિતના ઘણા મોટા રોકાણકારો દ્વારા ટેકો મળેલો છે. રિપોર્ટ અનુસાર આ રોકાણકારો રાયવાલની અન્ય બિડને હરાવવા માટે તૈયાર છે.
OpenAI માટે Musk નો પ્લાન
મસ્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "હવે સમય આવી ગયો છે કે OpenAI ને તેના મૂળ ઉદ્દેશ્ય ઓપન-સોર્સ અને સુરક્ષા-કેન્દ્રિત AI બનાવવા માટે પાછો લાવવામાં આવે" અમે ખાતરી કરીશું કે આવું થાય. જો કે, OpenAIનું 10-સભ્ય બોર્ડ Sam Altman ની સાથે છે અને Musk ના આ સંપાદન પ્રયાસને રોકવા માટે એકજૂથ છે. Musk લાંબા સમયથી દલીલ કરે છે કે OpenAI ના nonprofitમાંથી નફા માટેના પરિવર્તન દરમિયાન બિન-નફાકારક ભાગનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નહોતું. જ્યારે, Altman તેના કર્મચારીઓને કહ્યું કે બોર્ડને Musk ની બિડમાં રસ નથી.
OpenAIનું આગામી પ્લાનિંગ
આ અધિગ્રહણ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે OpenAI SoftBank ની આગેવાની હેઠળ $40 બિલિયનના ફંડિંગ રાઉન્ડ પર કામ કરી રહી છે, જે કંપનીનું મૂલ્ય $300 બિલિયન સુધી કરી શકે છે. વધુમાં OpenAI તેના nonprofit ભાગને અલગ કરવાની યોજના બનાવી રહી છે, જે હાલમાં સમગ્ર સંસ્થાને કંટ્રોલ કરે છે.
Musk અને Altman વચ્ચે 2015માં OpenAIની શરૂઆતથી જ દુશ્મનાવટ ચાલી રહી છે. Musk, Altman સાથે મળીને બિન-લાભકારી સંસ્થા તરીકે OpenAIની શરૂઆત કરી, પરંતુ તેઓ 2019 માં અલગ થઈ ગયા. ત્યારથી મસ્ક OpenAI ના નફા માટેના મોડલ અને તેની Microsoft સાથેની ભાગીદારી સામે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે.
OpenAI એ મસ્કના દાવાને નકારી કાઢ્યો
OpenAIએ Musk ના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ડિસેમ્બર 2023 માં બહાર પાડવામાં આવેલા દસ્તાવેજોમાં OpenAI એ દાવો કર્યો હતો કે Musk પોતે શરૂઆતમાં OpenAI ને નફા માટે રૂપાંતરિત કરવાનું સમર્થન કરી રહ્યા હતા, પરંતુ જ્યારે તેમને કંપની પર નિયંત્રણ ન મળ્યું ત્યારે તેમણે તેને છોડી દીધું. હવે જોવાનું એ રહે છે કે શું OpenAIનું બોર્ડ મસ્કની આ ઓફર સ્વીકારે છે કે પછી સેમ ઓલ્ટમેન પોતાની કંપનીનું મોડલ જાળવી રાખવામાં સફળ થાય છે કે કેમ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે