Bad Cholesterol: નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરી નાખશે આ 3 પ્રકારની ચટણી, ખાવાથી હાર્ટ રહેશે હેલ્ધી

Bad Cholesterol: નસોમાં બેડ કોલેસ્ટ્રોલ જામી જાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો આ 3 ચટણીને ડાયટમાં સામેલ કરો. આ ચટણીઓ એવી વસ્તુઓથી બને છે જેનાથી હાર્ટ હેલ્ધને ફાયદો થઈ શકે છે. 

Bad Cholesterol: નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરી નાખશે આ 3 પ્રકારની ચટણી, ખાવાથી હાર્ટ રહેશે હેલ્ધી

Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ શરીરની નસોમાં જામતું મીણ જેવું ચીકણું દ્રવ્ય હોય છે. આમ તો આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એમાંથી એક સારું હોય છે અને એક ખરાબ. જો શરીરની નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલ જામી જાય તો તે રક્ત પરિભ્રમણને સ્લો કરે છે. નસોમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે અને હાર્ટને હેલ્ધી રાખવા માટે દવાઓ લેવી જરૂરી છે પરંતુ તેની સાથે તમે કેટલા ઘરેલુ નુસખા અપનાવીને બેડ કોલેસ્ટ્રોલની સ્થિતિમાં સુધારો કરી શકો છો. આજે તમને બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાની એક સ્વાદિષ્ટ રીત જણાવીએ. ઘરના રસોડામાં રહેલા ત્રણ લીલા પાન એવા છે જેની ચટણી બનાવીને ડાયટમાં સામેલ કરશો તો ભોજનનો સ્વાદ પણ વધશે અને બેડ કોલેસ્ટ્રોલની સ્થિતિમાં પણ ફાયદો થશે. 

બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરતી લીલી ચટણી

ફુદીનાની ચટણી 

ફુદીનાના પાનને ઔષધિ તરીકે અલગ અલગ સમસ્યાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેના પાનની ચટણી બનાવીને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલમાં પણ ફાયદો થઈ શકે છે ફુદીનાની ચટણી બનાવવા માટે ફુદીનાના પાન અને લીલા ધાણાના પાનને ધોઈને સાફ કરી લેવા ત્યાર પછી તેને મિક્સરમાં ડુંગળી લસણ અને મીઠું ઉમેરીને પીસી લેવા. તૈયાર કરેલી ચટણીને તાજી હોય ત્યારે જ ખાઈ લેવી. 

મેથીની ચટણી 

જો બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો આહારમાં મેથી સામેલ કરવાની સાથે તેની ચટણીને પણ સામેલ કરી શકાય છે. તેના માટે રાત્રે મેથીના દાણાને પાણીમાં પલાળો. ત્યાર પછી બીજા દિવસે સવારે મેથીને પાણીમાંથી કાઢી સાઇડ પર રાખો. હવે એક વાસણમાં સરસવનું તેલ લેવું અને તેને ગરમ કરી તેમાં રાઈ, જીરું, આદુ અને વરિયાળીનો વઘાર કરો. હવે આ વઘારમાં મેથી અને ગોળ ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મેથીને પકાવો. મેથી બરાબર રેડી થઈ જાય પછી તેને ઠંડુ કરીને ભોજનમાં સામેલ કરો. 

લીમડાની ચટણી 

મીઠા લીમડાના પાન જેનો વઘાર માટે ઉપયોગ થાય છે તેનાથી પણ સ્વાદિષ્ટ ચટણી બને છે. મીઠા લીમડાના પાનને ધોઈ અને મિક્સરમાં થોડા ધાણા અને નમક ઉમેરીને પીસી લો. આ ચટણીને આહારમાં સામેલ કરવાથી પણ બેડ કોલેસ્ટ્રોલની કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news