યુવાઓના રોજગાર અને ખેડૂતોની આવકના મુદ્દે પીએમ મોદીએ કહી આ વાત
પીએમએ કહ્યું છે કે મુદ્રા યોજના અંતર્ગત 3 કરોડ લોકો એવા છે જેણે પહેલીવાર લોન લીધી છે
- એક વર્ષમાં લગભગ 70 લાખ લોકો ઇપીએફ સાથે જોડાયા
- 10 કરોડ લોકોને મળ્યો મુદ્રા યોજનાનો લાભ
- પ્રધાનમંત્રી બીમા ફસલ યોજનાથી ખેડૂતોને લાભ
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018નો પહેલો ઈન્ટરવ્યૂ Zee Newsને આપ્યો. ઝી ન્યૂઝના એડિટર સુધીર ચૌધરીએ વડાપ્રધાન સાથે ખાસ વાતચીત કરી. અહીં ઈન્ટરવ્યૂના ખાસ અંશો રજુ કરવામાં આવ્યાં છે. પીએમ મોદીનો ઈન્ટરવ્યૂ આજે રાત્રે 8 વાગે એક્સક્લુઝિવ રીતે ઝી ન્યૂઝ પર જોવા મળશે. વડાપ્રધાન મોદીએ વિદેશ નીતિ સહિત અનેક મુદ્દાઓ પર પોતાનો મત રજુ કર્યો. પીએમ મોદીએ જીએસટી, નોટબંધી, બેરોજગારી, વન નેશન, વન ઇલેક્શન જેવા મુદ્દાઓ પર ખુલીને પોતાનો અભ્રિપાય રજુ કર્યો. એક ફેબ્રુઆરીએ રજુ થનારા બજેટને લઈને પીએમ મોદીએ કહ્યું કે 'બજેટને લઈને તેમનો એક જ એજન્ડા છે- વિકાસ, વિકાસ અને માત્ર વિકાસ.'
મોદી સરકારે દેશમાં રોજગારના આંકડા જાહેર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે તમે 2014ના નવેમ્બરમાં એક કરોડ નોકરીઓ ઉભી કરવાનો વાયદો કર્યો હતો. અત્યારે લગભગ 4-5 લાખ નોકરી ઉભી થઈ રહી છે. આ સંજોગોમાં એક કરોડ નોકરીઓ ઉભી કરવા માટે આપણે કદાચ 20 લાખ રોજગાર ઉભા કરવા પડશે. આ સવાલના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ''હાલમાં જ એક સ્વતંત્ર એજન્સીએ ઇપીએફના આંકડા કાઢ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એક વર્ષમાં લગભગ 70 લાખ લોકો ઇપીએફ સાથે જોડાયા છે. અમે મુદ્રા યોજના લોન્ચ કરી છે. આ યોજના અંતર્ગત જે કોઈ પોતાનો વ્યવસાય કરવા ઇચ્છે તેને લોન આપવામાં આવે છે. અત્યાર સુધી 10 કરોડ લોકોએ મુદ્રા યોજનાનો લાભ ઉઠાવ્યો છે અને 4 લાખ કરોડ રૂ. લોન પેટે આપવામાં આવ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે ત્રણ કરોડ લોકો એવા છે જેણે પહેલીવાર લોન લીધી છે. આ મામલામાં રાજકીય નિવેદનબાજી વધારે થઈ રહી છે.''
ડબલ થશે ખેડૂતોની આવક
શું તમને લાગે છે કે કૃષિમાં ક્રાંતિની જરૂર છે? આ સવાલના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ''આ મામલામાં સરકારનો હસ્તક્ષેપ મોટી ભૂમિકા ભજવી શકે છે. આનાથી ભાગવું ન જોઈએ. પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના અંતર્ગત ખેડૂતોને લાભ મળી રહ્યો છે. આમાં ખેડૂતોને બહુ ઓછું પ્રીમિયમ દેવું પડ્તું હોય છે અને બાકીનો ભાગ કેન્દ્ર અને રાજ્ય સરકાર આપ છે. ખેડૂતોને આનો બહુ લાભ મળે છે. અમારું સપનું 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરી દેવાનું છે. ખેડૂતો આવક વધારવા ખેતરમાં સોલર પંપનો ઉપયોગ કરે તો તેમને ચોક્કસ ફાયદો થશે. આનાથી ખર્ચ ઓછો થશે અને આવક વધશે. જો ખેડૂત ખેતરની બાજુમાં વાંસની ખેતી કરશે તો પણ તેનો ફાયદો થશે. આપણે અગરબત્તી બનાવવા માટે વાંસ આયાત કરીએ છીએ. દેશમાં હજારો કરોડ રૂ.નો વાંસ આયાત થાય છે.પતંક માટે પણ વાંસ આયાત થાય છે.''
આવક વધારવાનો આઇડિયા
ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાને જણાવ્યું છે કે પશુપાલનથી પણ ખેડૂતની આવક વધી શકે છે અને મધુમક્ષિકાપાલનથી પણ કૃષિને ફાયદો થાય છે. જો ખેડૂત લીલું મરચું વેચે તો તેને ઓછો ફાયદો થાય છે પણ પેકિંગ કરીને લાલ મરચું વેચે તો વધારે ફાયદો થશે. એગ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રો ઇન્ડસ્ટ્રી તેમજ એગ્રો ટેકનોલોજી જોડાઈને ગ્રામીણ અર્થવ્યવસ્થાને બહેતર બનાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે