OMG...આ છે રણબીર કપૂર અને માહિરા ખાનના BreakUpનું કારણ ?

મળતી માહિતી પ્રમાણે આ બંને વચ્ચે ચાલી રહેલી મિત્રતા પર પુર્ણવિરામ મુકાઈ ગયું છે

OMG...આ છે રણબીર કપૂર અને માહિરા ખાનના BreakUpનું કારણ ?

નવી દિલ્હી : બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર અને પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનની સાથે સિગારેટ ફૂંકતી તસવીરે ભારે ધમાલ મચાવી દીધી હતી. એકાએક આ તસવીર જાહેર થતા ભારત અને પાકિસ્તાન બંને જગ્યાએ આ જોડી ભારે ચર્ચામાં આવી ગઈ હતી. જોકે લાગે છે કે રણબીર કપૂરનો આ સંબંધ પણ બહુ દિવસ નથી ચાલ્યો. 

એક ડેઇલી ન્યૂઝપેપરે સુત્રોના હવાલાથી રિપોર્ટ આપ્યો છેકે હવે રણબીર અને માહિરા વચ્ચે મિત્રતા નથી બચી. હાલમાં માહિરાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, ''ના, હાલમાં હું કોઈ સંબંધમાં બંધાયેલી નથી. આ પહેલાં મારો એક સંબંધ હતો પણ મને અહેસાસ થયો કે પ્રેમનો મતલબ શાંતિ છે. મારા માટે પ્રેમ એટકે જ્યારે તમે કોઈ સાથે હો અને તમને એકબીજા સાથે વાત કરવાની પણ જરૂર ન પડે. માત્ર એ વ્યક્તિની હાજર જ પૂરતી છે.''

માહિરા ખાન બોલિવૂડમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'રઇસ'ની હિરોઇન તરીકે જોવા મળી હતી. મળતી માહિતી પ્રમાણે રણબીર અને માહિરાની મુલાકાત એક બોલિવૂડના એક્ટરે કરાવી હતી. આ બંને દુબઈ, લંડન અને ન્યૂ યોર્ક જેવી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા. માહિરા સાથે નામ ચર્ચાયું એ પહેલાં રણબીરની પ્રેમિકાઓની યાદીમાં દીપિકા પદુકોણ તેમજ કેટરિના કૈફ રહી ચૂક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news