8th Pay Commission: આઠમાં પગાર પંચ પર સૌથી મોટા સમાચાર, શું સીધો 90% વધશે પગાર? જો ફિટમેન્ટ ફેક્ટર 2.50 થાય તો...અધધધ પગાર વધી શકે
8th Pay Commission latest news: આઠમાં પગાર પંચની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ આવતો હોય છે કે ક્યારથી લાગૂ થશે અને કેટલો પગાર વધશે? કેટલીક સંભવિત ગણતરીઓ વિશે પણ ખાસ જાણો.
Trending Photos
8th Pay Commission latest news: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આઠમાં પગાર પંચ અંગે ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી તેની રચના અંગે અટકળો ચાલી રહી હતી અને હવે તેના પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. સરકાર જલદી આઠમાં પગાર પંચ માટે ઔપચારિક પ્રક્રિયા શરૂ કરવાની છે. સૂત્રોના જણાવ્યાં મુજબ એપ્રિલ 2025થી પે કમિશન પોતાનું કામ શરૂ કરી શકે છે. ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારા અંગે નવા પગારના માળખા પર ચર્ચા થશે.
ક્યારથી લાગૂ થશે આઠમું પગાર પંચ?
કેન્દ્રીય કર્મચારીઓને લાંબા સમયથી પગાર વધારાનો ઈન્તેજાર છે. જો આપણે પહેલાના પગાર પંચોને જોઈએ તો દર 10 વર્ષે એક નવું પગાર પંચ આવે છે અને ભલામણો લાગૂ થાય છે. સાતમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગૂ થયું હતું. આથી નવા પગાર પંચનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2026થી લાગૂ થવાની શક્યતા છે. સરકાર તેના પર ઝડપથી કામ કરી રહી છે અને નાણા મંત્રાલય સંલગ્ન ઉચ્ચ અધિકારીઓએ સંકેત આપ્યા છે કે આઠમાં પગાર પંચના સંદર્ભની શરતો (TOR)ને કેન્દ્રીય કેબિનેટથી મંજૂરી મળ્યા બાદ પંચ પોતાનું કામ એપ્રિલ 2025થી શરૂ કરી શકે છે. ત્યારબાદ પંચ પગાર વધારાના ફોર્મ્યૂલા અને ફિટમેન્ટ ફિક્ટર પર વિચાર કરશે. પરંતુ તેને લાગૂ થવામાં થોડો સમય લાગી શકે છે. કારણ કે ભલામણઓને લાગૂ કરવામાં લગભગ 18 મહિનાનો સમય લાગશે.
સરકાર ક્યારે કરશે અધિકૃત જાહેરાત?
- જેવા સંદર્ભની શરતો (Terms of Reference, ToR) ને મંજૂરી મળશે કે પંચના સભ્યોની નિયુક્તિ થશે અને ડેટા કલેક્શન શરૂ થઈ જશે.
- પેન્શનર્સ અને સરકારી કર્મચારીઓના પગર વધારવા માટે પંચ પોતાની ભલામણો 2025ના અંત સુધીમાં સોંપી શકે છે.
- સરકાર 2026ના કેન્દ્રીય બજેટમાં આ પંચ માટે આર્થિક ફાળવણી કરી શકે છે.
- પછી સરકાર 2026ના નાણાકીય વર્ષમાં તેને લાગૂ કરી શકે છે.
પગારમાં કેટલો થશે વધારો?
આઠમા પગાર પંચમાં સૌથી મોટો મુદ્દો ફિટમેન્ટ ફેક્ટરનો હશે. સૂત્રોનું માનીએ તો ફિટમેન્ટ ફેક્ટર 1.90 નક્કી થઈ શકે છે. જો આમ થાય તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સીધો 90% નો વધારો થઈ શકે છે.
સંભવિત પગાર ગણતરી (ફિટમેન્ટ ફેક્ટર 1.90ના આધારે)
સાતમાં પગાર પંચનો લઘુત્તમ પગાર આઠમાં પગાર પંચનો સંભવિત પગાર
₹18,000 ₹34,200
₹56,100 ₹1,06,590
₹1,50,000 ₹2,85,000
નોંધ
જો ફિટમેન્ટ ફેક્ટર 2.50 સુધી વધે તો...
લઘુત્તમ પગાર ₹18,000થી વધીને સીધો ₹45,000 સુધી જઈ શકે છે.
પેન્શનર્સને કેટલો ફાયદો થશે?
હાલ લઘુત્તમ પેન્શન ₹9,000 છે અને મહત્તમ ₹1,25,000. જો 1.90 ફિટમેન્ટ ફેક્ટર લાગૂ થાય તો નવું પેન્શન ₹17,100 થી ₹2,37,500 સુધી પહોંચી શકે છે.
સંભવિત પેન્શન ગણતરી
સાતમાં પગાર પંચનું પેન્શન આઠમાં પગાર પંચમાં સંભવિત પેન્શન
₹9,000 ₹17,100
₹1,25,000 ₹2,37,500
આઠમાં પગાર પંચથી કેટલા કર્મચારીઓને ફાયદો થશે?
- 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીને આ પગાર પંચથી ફાયદો થશે.
- 65 લાકથી વધુ પેન્શનર્સને પણ પેન્શન વધારાનો ફાયદો થશે.
રાજ્ય સરકારના કર્મચારીઓને પણ ફાયદો?
ઉપરથી રાજ્ય સરકારો પણ સામાન્ય રીતે કેન્દ્રીય પગાર પંચની ભલામણોને અપનાવે છે એટલે જે તે રાજ્ય કર્મચારીઓને પણ ફાયદો થશે.
(અહેવાલ સાભાર- ઝી બિઝનેસ હિન્દી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે