નશામાં ધૂત વરરાજાએ દુલ્હનની જગ્યાએ તેની મિત્રને પહેરાવી દીધી વરમાળા, પછી જે થયું તેની કલ્પના પણ નહીં કરી શકો
Dulha Dulhan News: દુલ્હને લગ્ન રદ્દ કરી દીધા અને જાન પરત ફરી હતી. વરરાજા પક્ષ વિરુદ્ધ દહેજ માંગવા સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Trending Photos
Dulha Dulhan News: ઉત્તરપ્રદેશના બરેલીમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક લગ્ન સમારોહમાં ત્યારે વિવાદ થઈ ગયો જ્યારે દુલ્હને વરરાજાને લાફો મારી દીધો હતો. હકીકતમાં વરરાજો લગ્નના દિવસે નશામાં ધૂત હતો. પછી શું હતું, વરમાળાના સમયે તેણે દુલ્હનની જગ્યાએ તેની બહેનપણીને માળા પહેરાવી દીધી હતી. આ જોઈ ગુસ્સે થયેલી કન્યાએ વરરાજાને લાફા માર્યા હતા. 21 વર્ષની રાધાએ વરરાજાને લાફા માર્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
નશામાં ધુલ હતો વરરાજો
આ ત્યારે શરૂ થયું જ્યારે વરરાજો રવિન્દ્ર કુમાર (26 વર્ષ) અને તેની જાન લગ્ન સથળે મોડેથી પહોંચી હતી. પોલીસની FIR પ્રમાણે વરરાજાએ દહેજની માંગ કરી હતી. દુલ્હનના પિતાએ દાવો કર્યો કે તેમણે લગ્ન પહેલા 2.5 લાખ રૂપિયા અને લગ્નના દિવસે 2 લાખ રૂપિયા આપ્યા હતા. કથિત રીતે વરરાજો પોતાની પસંદગીની યુવતી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. તે નશામાં હતો અને તેણે દુલ્હનના પરિવારજનો સામે દુર્વ્યવહાર કર્યો હતો.
બંને પક્ષે થઈ મારપીટ
લગ્નની વિધિ પહેલા, વરરાજાએ તેના મિત્રો સાથે જોરદાર દારૂ પીધો, પછી સ્ટેજ પર, નશામાં વરરાજાએ તેની બાજુમાં ઉભેલી દુલ્હનની મિત્રને વરમાળા પહેરાવી. ત્યારપછી ગુસ્સે થયેલી દુલ્હનએ વરરાજાને થપ્પડ મારી દીધી અને તેની સાથે લગ્ન કરવાની ના પાડીને ત્યાંથી જતી રહી. આ પછી વિવાદ વધી ગયો અને બંને પરિવારો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. બંને પક્ષના લોકોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી હતી, જે બાદ પોલીસે દરમિયાનગીરી કરીને પરિસ્થિતિને સંભાળીને જાનને પરત મોકલવી પડી હતી.
ફસાયો વરરાજા
કહેવામાં આવી રહ્યું છે કે વરરાજાના મિત્રોએ ગેરકાયદેસર દારૂ ખરીદી તેને આપ્યો હતો. પોલીસે આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. પોલીસે વરરાજા અને તેના મિત્રોને કસ્ટડીમાં લીધા અને દુલ્હનના પરિવારનું ઈરાદાપૂર્વક અપમાન કરવા અને શાંતિ ભંગ કરવાની ફરિયાદ દાખલ કરી હતી. વરરાજા વિરુદ્ધ દહેજ માંગવાનો કેસ પણ દાખલ કરાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે