Methi: દૂધમાં ઘોળીને પી જાવ ઘીમાં શેકેલા આ દાણા, દવા વિના મટી જશે આ 5 હેલ્થ પ્રોબ્લેમ

Methi: દરેક વ્યક્તિએ દિવસમાં 1 ગ્લાસ દૂધ પીવું જ જોઈએ. જો આ દૂધને વધારે પૌષ્ટિક બનાવવું હોય તો તેમાં ઘીમાં શેકીને એક વસ્તુ ઉમેરી દો. આ દૂધ પીવાથી બ્લડ શુગર નેચરલી કંટ્રોલમાં રહેશે અન્ય 5 ફાયદા પણ થશે.

Methi: દૂધમાં ઘોળીને પી જાવ ઘીમાં શેકેલા આ દાણા, દવા વિના મટી જશે આ 5 હેલ્થ પ્રોબ્લેમ

Methi: દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ દિવસમાં એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. મોટાભાગે દૂધ સવારે પીવામાં આવે છે. જો સવારે નાસ્તા સાથે દૂધ લેવામાં આવે તો આખો દિવસ શરીરને તાકાત મળે છે. જો આ દૂધમાં તમે ઘીમાં શેકેલા મેથીના દાણા મિક્સ કરી દેશો તો તેની પૌષ્ટિકતા વધી જશે. 

મેથીમાં પ્રોટીન, ફાઇબર, વિટામીન b6 જેવા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે. દૂધમાં ઘીમાં શેકેલા મેથીના દાણા મિક્સ કરવાથી તેના પોષક તત્વો વધી જાય છે. આજે તમને આ મિશ્રણના ફાયદા જણાવીએ..

ઘીમાં શેકેલી મેથી દૂધ સાથે લેવાથી થતા ફાયદા

1. દૂધ સાથે ઘીમાં શેકેલી મેથી લેવાથી કબજિયાત મટાડવામાં મદદ મળે છે. તેનાથી સોજા ઉતરે છે અને પાચન પણ સારી રીતે કામ કરે છે. તે પાચન એન્જોય ને ઉત્તેજિત કરે છે. 

2. ખાલી પેટ ઘીમાં શેકેલી મેથી અને દૂધ લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ વસ્તુઓ સવારે લેવાથી પેટ કલાકો સુધી ભરેલું રહેશે અને આખો દિવસ ભૂખ કન્ટ્રોલમાં રહેશે..

3. મેથીમાં ઘુલનશીલ ફાઇબર હોય છે. જે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે.. ડાયાબિટીસના દર્દીઓ માટે આ મિશ્રણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 

4. મેથીમાં સુજન વિરોધી ગુણ પણ હોય છે. દૂધ સાથે ઘીમાં શેકેલી મેથી લેવાથી સાંધાના દુખાવા અને સોજાને ઓછા કરવામાં મદદ મળે છે. ઘી જકડાયેલા સાંધાને આરામ આપે છે.. જે લોકોને સાંધા સંબંધિત સમસ્યા કે ગઠિયાનો રોગ હોય તેમના માટે આ નેચરલ ઉપચાર છે. 

5. આ મિશ્રણ પીને દિવસની શરૂઆત કરવાથી ત્વચા અને વાળને પણ ચમત્કારી ફાયદા થશે. મેથીના કારણે સ્કીન ટાઈટ રહે છે અને વાળના વિકાસમાં પણ મદદ મળે છે.. દૂધ અને મેથીનું મિશ્રણ ત્વચાને પોષણ આપે છે અને ડ્રાયનેસ દૂર કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news