વડોદરાની MSU માં વિધર્મી પ્રોફસર નીકળ્યો લંપટ, પીડિતાની બહેનપણી સાથેનો પ્રોફેસરનો ઓડિયો કોલ સામે આવ્યો

Vadodara News : વડોદરામાં જાતીય સતામણી કેસમાં વિધર્મી પ્રોફેસર સામે ગુનો દાખલ... મોહમ્મદ અઝહર ઢેરીવાલા સામે દાખલ થયો ગુનો... પીડિતાની બહેનપણી સાથેનો પ્રોફેસરનો ઓડિયો કોલ આવ્યો સામે... મોહમ્મદ ઢેરીવાલાએ પીડિતાની બહેનપણી સાથે કરી હતી વાત

વડોદરાની MSU માં વિધર્મી પ્રોફસર નીકળ્યો લંપટ, પીડિતાની બહેનપણી સાથેનો પ્રોફેસરનો ઓડિયો કોલ સામે આવ્યો

Vadodara News : વડોદરામાં જાતીય સતામણી કેસમાં વિધર્મી પ્રોફેસર મોહંમદ અઝહર ઢેરીવાલા સામે ગુનો દાખલ કરાયો છે. પીડિતાની બહેનપણી સાથેનો પ્રોફેસરનો ઓડિયો કોલ સામે આવ્યો છે. મોહંમદ ઢેરીવાલાએ પીડિતાની બહેનપણી સાથે વાત કરી હતી. જેમાં લંપટ પ્રોફેસરે પીડિતાના પરિવારને બદમાશ ગણાવ્યો હતો. પ્રોફેસર ઓડિયોમાં કહી રહ્યા છે કે, પરિવારના લોકો એનું જીવન બરબાદ કરી દેશે. મારા રૂમમાં આવીને બેસી જવાનું, બધુ ક્લીયર થઈ જશે. એને સમજાવવું પડશે કે ઈસ્લામ શું છે.

એમ એસ યુનિ.માં વિદ્યાર્થિનીની જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. એમ એસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના આસિ. પ્રોફેસર અઝહર ઢેરીવાલા પર વિધાર્થીનીની જાતીય સતામણી કરવાનો આરોપ લાગ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી હિન્દુ વિદ્યાર્થીનીની જાતીય સતામણી વિધર્મી આસિ પ્રોફેસરે કરી, પ્રોફેસરે વિદ્યાર્થિનીને પરીક્ષામાં પાસ કરાવી દેવા પ્રલોભન આપ્યું હતું. વિધાર્થીનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા પણ પ્રલોભન આપ્યું હતું. વિધાર્થીનીને મુસ્લિમ ધર્મ અપનાવી લે તો તને પાસ કરવી સારી નોકરી અપાવી દઈશ તેવો મેસેજ કર્યો હતો. આર્ટસ ફેકલ્ટીના પ્રોફેસર અઝહર ઢેરીવાલા સામે વિદ્યાર્થીનીએ મહિલા ફરિયાદ નિવારણ સમિતિમાં  ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે સમિતિએ તપાસ કરી છે. તમસમાં ગંભીર તથ્ય બહાર આવ્યા છે. પ્રોફેસરની ઓફિસ સીલ કરવામાં આવી છે. 

આર્ટ્સ ફેકલ્ટીના એસોસિયેટ પ્રોફેસર દ્વારા વિધાર્થિનીના જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા વિરુદ્ધ સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપી પ્રોફેસર પર ફરિયાદી વિધાર્થીનીએ તેના રૂમમાં લઈ જઈ જવા દબાણ કર્યાનો આરોપ છે. વિધાર્થીનીએ રૂમમાં જવાની ના પાડતાં કરિયર ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. આરોપી પ્રોફેસરે વિધાર્થીનીના ઘર સુધી પીછો કર્યો હતો. આરોપી પ્રોફેસરે વિધાર્થીની વિશે ખોટી વાતો કરી બદનામ કરવાની પણ પ્રયાસ કર્યો. આરોપી પ્રોફેસર વિધાર્થીનીને અવારનવાર વોટ્સ એપમાં મેસેજ કરી પરેશાન પણ કરતો હોવાનો આરોપ લગાવાયો છે. 

મોહમ્મદ ઢેરીવાલા ઓડિયોમાં શું કહી રહ્યાં છે....

મોહમ્મદ ઢેરીવાલા : મેને કહા તું એકબાર સેટ નિકાલ લે ફીર મેં તેરે કો સેટ કરતા હું. મેં ઉસકો સેટ કર દુંગા બિલકુલ. તુમ ભી અચ્છે સે તૈયારી કરો, તુમે ભી બી.એડ કરના હૈ ઠીક હૈ, ઔર મેં તુમ્હે પુરા હેલ્પ કરુંગા. પુરા હેલ્પ કરુંગા તુમ્હે. પુરા લેશન, પ્લાનિંગ જો ભી બનાના હૈ મુજે સબ આઈડીયા હૈ. મેં સબ આપ કો કરવા દુંગા. મેરે કમરે પર આકર બેઠ જાને કા બિન્દાસ. મેં સબ આપકો સમજા દુંગા. મેરે સબ પહેંચાન મેં ભી હૈ. તો આપ કી ભી અચ્છી લાઈફ બને ઔર હમારા એક અચ્છા ગ્રુપ રહે. ઠીક હૈ ના. મેને ઉસકો કો બોલા તું કહી નહીં જાએગી. તુ રાજસ્થાન નહીં જાએગી. તુ મેરે પાસ રહે, યહી બેઠેગી તુ ઔર યહી જોબ કરેગી. તેરા ફ્યુચર યહી બ્રાઈટ કર, નહીંતર યે ઘરવાલે જીતને હૈ સબ બદમાસ હૈ, સબ ખા જાએંગે. લાઈફ આખી બરબાદ કર દેંગે. ઔર દુસરા યે ડિપાર્ટમેન્ટ વાલે સે ભી દૂર રહે. એસે ચાલુ લોગો સે ભી દૂર રહે. 

પીડિતાની બહેનપણી : ઉન લોગો સે અબ જ્યાદા ડિસ્કસન નહીં કરને કા, ફીર ટોપીક કા ટાઈમ વેસ્ટ હો જાતા હૈ

મોહમ્મદ ઢેરીવાલા : ઉનસે ડીસ્કસ નહીં કરુંગા મે. ઈનકો ઈમ્પોર્ટન્ટ નહીં દેના હૈ 

પીડિતાની બહેનપણી : વૈસે ઠીક હૈ આજ હુઆ કભી, લેકીન ફીર આપ ઉસકો સમજાતે રહો એક હી બાત કા તો બાર બાર હુઆ ના, ઉસકા ટાઈમ ઉપર નીચે હો જાતા હૈ. 

મોહમ્મદ ઢેરીવાલા : આજ તો જનરલી હમ એસે હી મીલે થે. ઈસલીયે મૈને બાત કી. ઉસને બાત છેડી તો મેને બાત કી. ક્યોકી ઉસકો બતાના જરૂરી હોતા હૈ કી વોટ ઈઝ એ ઈસ્લામ. ઠીક હૈ. હમ લોગ એસે નહીં હૈ, લેકીન ઉસકે મન મેં ક્યાં હોતા હૈ, ઈસલીયે બતાના જરૂરી હૈ. વો ક્યાં બતા રહે થે કી યે લોગ અપના રિસ્પેક્ટ નહીં કરતે, હમ લોગ ઈનકા રિસ્પેક્ટ કરતે હૈ. 

પીડિતાની બહેનપણી : નહીં લેકીન કીતની બાતે એસી હોતી હૈ, કી બાકી સબ પ્રોફેસર ઉસકો બોલતે હૈ ના તો વો આકે બોલતી હૈ એસે ભી હોતા હૈ વેસે ભી હોતા હે. તો ફીર ઉસકો ક્લીયર બતા દેતી હું એસે નહીં વેસે હૈ. 

મોહમ્મદ ઢેરીવાલા : ઉસકો ઈસી ક્લીયારીટી કે લીએ મેં બોલતા હું

મોહમ્મદ ઢેરીવાલા : ઉસકો બતા દેના, બાત કર લેના. ઉસકો કહેના બિન્દાસ રહે, તુમ્હે ચિંતા કરને કી જરૂરત નહીં હૈ. ઔર કહેના કી બિલકુલ બ્લાઈંડલી સર કે પીછે ચલ. તેરા કોઈ કુછ ભી નહીં હોગા દુનિયા મેં. તેરે લીએ સબકુછ જાજમ બીછા હુઆ હૈ તુ ચુપચાપ કામ કરના કહે. તુમ ભી અચ્છી મહેનત કર લો. બીએડ મેં કરવા દુંગા આપ કો.

પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ પ્રો મહોમ્મદ અઝહર ઢેરીવાલાનું નિવેદન સામે આવ્યું છે. પ્રોફેસરે કહ્યું કે, મને ફસાવવામાં આવ્યો છે. હું નિર્દોષ છું. આવનાર સમયમાં કાયદાકીય રીતે આનો જવાબ આપીશું. કાયદા પર સંપૂર્ણ ભરોસો છે, અમે લડીશું અને જીતીશું. 22 વર્ષથી બાળકોને ભણાવું છું. મારું કામ બાળકનું ભવિષ્ય બનાવવાનું છે. પ્રોફેસરે વોટ્સએપ ચેટ અને કોલ રેકોર્ડિંગ અંગે બોલવાનું ટાળ્યું.

યુનિવર્સિટીને શું ધર્મપરિવર્તનનો અડ્ડો બનાવવાનો છે? 
વડોદરા બજરંગ દળના સહસંયોજક પ્રતાપરાવ મોહિતેએ સમગ્ર ઘટના અંગે કહ્યું કે, પ્રોફેસર મોહંમદને યુનિ.માંથી કાઢી મૂકવામાં આવે. પ્રોફેસર સામે સરકાર કડક પગલાં ભરવામાં આવે. શિક્ષણમંત્રી સમગ્ર મામલે ધ્યાન આપે. યુનિવર્સિટીને શું ધર્મપરિવર્તનનો અડ્ડો બનાવવાનો છે? બજરંગ દળ સમગ્ર ઘટનાનો સખત વિરોધ કરે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news