સુરતના શર્મા દંપતીની દિલના તાર ઝણઝણાવે એવી કહાની! જિંદગીમાં પડેલી અનેક મુશ્કેલીઓ જાણી એકવાર તો રડી પડશો!

40 વર્ષ પહેલાં ગુજરાતથી આસામના સિલચર સ્થાયી થવા માટે શર્મા દંપત્તિ માતા પિતા સાથે ગયા હતા. ત્યાં પોતાના સપનાનું એક ઘર પણ બનાવ્યું હતું અને ઘરની બહાર તેઓ ચાની દુકાન પણ ચલાવતા હતા. બધું જ સારું ચાલી રહ્યું હતું. ઘરમાં પુત્રનો જન્મ પણ થયો.

સુરતના શર્મા દંપતીની દિલના તાર ઝણઝણાવે એવી કહાની! જિંદગીમાં પડેલી અનેક મુશ્કેલીઓ જાણી એકવાર તો રડી પડશો!

સુરત: જીવનમાં એક બાદ એક સમસ્યા આવ્યા બાદ પણ ક્યારે હાર નહીં માનનાર શર્મા દંપત્તિ હાલ સુરતના એક શેલ્ટર હોમમાં રહી રહ્યા છે. આ દંપત્તિના જીવનમાં દુઃખ ત્યારે શરૂ થયું જ્યારે તેઓએ 18 વર્ષના પુત્ર અને માતા-પિતાને દુર્ઘટનામાં ગુમાવી દીધા. આસમના સિલ્ચર ખાતે રહેનાર આ દંપત્તિનું ઘર અને દુકાન પણ ત્યાંના ઉગ્રવાદીઓએ છીનવી લીધા હતા. ત્યાંથી તેઓ પોતાનું જીવ બચાવી રેલવેના પાટા પર ચાલતા ચાલતા આવ્યા હતા. આજે 70 વર્ષીયથી વધુ ઉંમરના શર્મા દંપતી સુરતના અલથાણ ખાતે આવેલા પાલિકા અને જ્યોતિ સામજિક સંસ્થા દ્વારા સંચાલિત શેલ્ટર હોમમાં રહી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. 

40 વર્ષ પહેલાં ગુજરાતથી આસામના સિલચર સ્થાયી થવા માટે શર્મા દંપત્તિ માતા પિતા સાથે ગયા હતા. ત્યાં પોતાના સપનાનું એક ઘર પણ બનાવ્યું હતું અને ઘરની બહાર તેઓ ચાની દુકાન પણ ચલાવતા હતા. બધું જ સારું ચાલી રહ્યું હતું. ઘરમાં પુત્રનો જન્મ પણ થયો. પરંતુ તેમની ખુશીને જાણે કોઈની નજર લાગી ગઈ હતી. 18 વર્ષના પુત્ર જ્યારે ઘરની બહાર પોતાના દાદા દાદી સાથે નીકળ્યો ત્યારે અકસ્માત નડી ગયો હતો અને ત્રણેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો:

શર્મા દંપત્તિ પર જાણે આભ ફાટી પડ્યું હતું અને તેઓ ત્યાં એકલા થઈ ગયા હતા. પરંતુ તેમની મુસીબતો અહીં ઓછી થવાનું નામ લઈ રહી નહોતી. તેમને એકલા જોઈ 25 વર્ષ પહેલા આસામના ઉગ્રવાદીઓએ હેરાન કરવાની શરૂઆત કરી દીધી હતી. લક્ષ્મી શર્માએ જણાવ્યું હતું કે જ્યારે તેમના પુત્ર અને સાસુ સસરાનું દુર્ઘટના મોત નીપજ્યું હતું, ત્યારે તેઓ એકલા થઈ ગયા હતા અને દુઃખમાં જીવન પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન ઉગ્રવાદીઓ તેમને હેરાન કરવા લાગ્યા હતા.

એટલું જ નહીં રાત્રિના ત્રણ વાગ્યે તેઓએ તેમના ઘર પર હુમલો કરી દીધો હતો. તેઓએ પોતાનો જીવ બચાવવા માટે ઘરના પાછળથી ભાગવા લાગ્યા હતા, તે દરમિયાન ઉગ્રવાદીઓની ગોળી તેમના પતિને વાગી હતી. તેમની સારવાર કરાવ્યા બાદ તેઓ આસમથી સુરત રેલવે પટરી પર ચાલીને હેમખેમ રીતે પહોંચ્યા હતા.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આસામ થી સુરત આવ્યા ને 25 વર્ષ થઈ ગયા છે ,પહેલા તેઓ ગુજરાન ચલાવવા માટે તેમના પતિ વોચમેનની નોકરી કરતા હતા. પરંતુ અચાનક જ તેમને લકવા મારી જતા તેમની તબિયત લથડી ગઈ હતી. એટલું જ નહીં, ત્યારબાદ જ્યારે તેમની તબિયત થોડીક સારી થઈ ત્યારબાદ એક અકસ્માત નડી ગયો હતો. 

આ પણ વાંચો:

તેઓ બોલી શકતા નથી અને કોઈ કામ પણ કરી શકતા નથી. જેથી હું 13 ઘરમાં ઘરકામ કરવા લાગી. પરંતુ મારી પણ તબિયત અત્યારે સારી રહેતી નથી. હાલ હું એક જ ઘરમાં ઘરકામ કરી શકું એવી સ્થિતિમાં છું, સારું છે કે શેલ્ટર હોમ છે અને અમે અહીં રહીને જીવન ગુજરાન કરી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news