મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત: રાજકોટ PGVCLના કોન્ટ્રાકટર શ્વાસ ચડતાં ઢળી પડ્યા, પરિવારમાં શોક
રાજકોટના કિરીટસિંહ રાઠોડ પોતાની પત્ની અને મિત્ર દંપતી સાથે ગત 24 જાન્યુઆરીએ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. રાજકોટના PGVCLના કોન્ટ્રાક્ટર ને અચાનક શ્વાસ ચડતાં ઢળી પડ્યા હતા. મૃત્યુથી પરિવારજનોમાં શોક ફેલાયો છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: મહાકુંભમાં મહેસાણાન કડા ગામના વતની મહેશ પટેલના મૃત્યુ બાદ વધુ ગુજરાતીનું મૃત્યુ થયું છે. જી હા...રાજકોટના PGVCLના કોન્ટ્રાક્ટર કિરિટસિંહ રાઠોડને અચાનક શ્વાસ ચડતાં ઢળી પડ્યા હતા. 53 વર્ષીય કિરિટસિંહ રાઠોડના મૃત્યુથી પરિવારજનોમાં શોક ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે કિરિટસિંહ રાઠોડ પત્ની અને મિત્રો સાથે મહાકુંભમાં ગયા હતા. પરિવારના મોભીનું મૃત્યુ થતાં શોક ફેલાયો છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટના કિરીટસિંહ રાઠોડ પોતાની પત્ની અને મિત્ર દંપતી સાથે ગત 24 જાન્યુઆરીએ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. મહાકુંભમાં તેમણે સાધુ સંતોને જમાડૅવા માટે રસોઇ બનાવવા સહિતના સેવા કાર્યો કર્યા હતા. આ દરમિયાન 30 જાન્યુઆરીએ વહેલી સવારે તેમને ચક્કર આવતાં ઢળી પડ્યા હતા. જેથી તેમને મહાકુંભમાં ઉભા કરાયેલા હોસ્પિટલમાં તપાસ અર્થે લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં તેમને વધુ શ્વાસ ચડતાં રાયબરેલી ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. શુક્રવારે તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લાવવામાં આવ્યા હતો. શુક્રવારે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં PGVCLના કર્મચારીઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન કરવા માટે દેશ-વિદેશ સહીત ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે