આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
શહેરમાં જૂની પીટીસી કોલેજની બાજુમાં આવેલી પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારીની કચેરીમાં એક ગંભીર બાબત પ્રકાશમાં આવી છે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થિનીઓને આપવાની સાયકલો લાંબા સમયથી કચેરીના ઓરડામાં ધૂળ ખાતી પડી રહી છે.
Trending Photos
પ્રમેલ ત્રિવેદી/પાટણ: ભણશે ગુજરાત...આ સૂત્રને સિદ્ધ કરવા માટે સરકાર અથાગ પ્રયાસ કરી રહી છે. પરંતુ, સવાલ એ છેકે, સરકારના આ પ્રયાસનું પરિણામ શું મળી રહ્યું છે, અસંખ્ય એવી ઘટનાઓ સામે આવી જ્યાં વિદ્યાર્થીઓને મળવા પાત્ર મળતી સરકારી સહાયની હાલત બદથી બદ્દતર છે.. પાટણમાંથી કંઈક આ પ્રકારના જ દ્રશ્યો સામે આવ્યા.. જ્યાં સરકાર દ્વારા આપવામાં આવતી સાયકલો અને પુસ્તકોની પરિસ્થિતિ દયનીય છે.
આને દશા કહો કે, દુર્દશા પરંતુ, સરકારી યોજનાઓની હાલત કંઈક આવી છે. સરકારી યોજનાની દુર્દશા છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મફતમાં આપવામાં આવતા પુસ્તકોના છે તો બીજે સરકાર દ્વારા જ વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલ યોજનાના છે. વાસ્તવિક પરિસ્થિતિ એ છેકે, હાલ બંને ધૂળ ખાઈ રહ્યા છે.
શહેરમાં જૂની પીટીસી કોલેજની બાજુમાં આવેલી પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારીની કચેરીમાં એક ગંભીર બાબત પ્રકાશમાં આવી છે.. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થિનીઓને આપવાની સાયકલો લાંબા સમયથી કચેરીના ઓરડામાં ધૂળ ખાતી પડી રહી છે.. લાંબા સમયથી એક જ સ્થળે પડી રહેવાને કારણે આ સાયકલોની હાલત બગડી રહી છે અને ભંગાર જેવી સ્થિતિમાં પહોંચી ગઈ છે..
ન માત્ર સાયકલ જ.. અન્ય એક ઓરડામાં દયનીય હાલતમાં થોક બંધ નવા પુસ્તકો જોવા મળ્યા હતા. સરકારી શાળાના પુસ્તકો પસ્તીની હાલતમા જોવા મળ્યા હતા.. કેટલાક પુસ્તકો તો વરસાદી પાણી મા પાલડી જવા પામ્યા હતા. સરકરી શાળામાં વિતરણ કરવાનાં પુસ્તો ધૂળ ખાતા અને બિસ્માર જણાઈ આવ્યા હતા. પાટણ તાલુકા શિક્ષણાઅધિકારીની જૂની અને જર્જરિત કચેરીમાં પાટણ શહેર કોગ્રેસ દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી.. એક ઓરડામાં મોટી સંખ્યામાં શાળાના પુસ્તકો ધૂળ ખાતા જોવા મળ્યા હતા.
આ મામલે પાટણ તાલુકા શિક્ષણા અધિકારીને પૂછતાં તેમણે ગોળ ગોળ જવાબ આપતા જણાવ્યું હતું કે સરકારી શાળા મા પુસ્તકો વિતરણ કરતા વધ્યા હતા તે પુસ્તકો ઓરડા મા મુકવામાં આવ્યા હતા જે અગામી વર્ષમાં શાળાઓમાં વિતરણ કરવામાં આવશે. ગરીબ વિદ્યાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ મળતો રહે તે માટે સરકાર પૂરતા પ્રયાસ કરી રહી છે. પરંતુ, અધિકારીઓની બેદરકારીના કારણે બેદરકારીના દ્રશ્યો સર્જાય છે.. ત્યારે આ પ્રકારની લાલિયાવાડી ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે