આ રાહતથી લોકો ખુશખુશાલ! દેશના બજેટ પર ગુજરાતની પ્રજા ગદગદ; જાણો શું કહી રહી છે જનતા?

કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાતો કરવામાં આવી છે.. ત્યારે ગુજરાતમાં મહત્વના ગણાતા, ટેક્સટાઈલ, ડાયમંડ, MSME સહિતના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી છે.

આ રાહતથી લોકો ખુશખુશાલ! દેશના બજેટ પર ગુજરાતની પ્રજા ગદગદ; જાણો શું કહી રહી છે જનતા?

Union Budget 2025: દેશના બજેટમાં અણધાર્યો ઉપહાર કેન્દ્ર સરકારે દેશવાસીઓને આપી દીધો છે. જી હાં, ટેક્સના માળખામાંથી અધધ 12 લાખ રૂપિયા સુધીની આવકને બાકાત કરી દેવામાં આવી છે.. આ ઉપરાંત 75 હજાર રૂપિયાનું ડિડક્શન પણ બાદ કરી દેવાયું છે. નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટને દેશભરમાંથી લોકો આવકારી રહ્યા છે ત્યારે આપણે જાણીએ ગુજરાતના લોકોનું આ બજેટને લઈને શું કહેવું છે.

  • દેશના બજેટ પર ગુજરાતની પ્રજા ગદગદ
  • ગુજરાતીઓએ આવકાર્યું 2025-26નું બજેટ
  • બજેટ પર શું કહી રહી છે ગુજરાતની જનતા?

કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાતો કરવામાં આવી છે.. ત્યારે ગુજરાતમાં મહત્વના ગણાતા, ટેક્સટાઈલ, ડાયમંડ, MSME સહિતના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી છે. ટેક્સટાઈલ ઉદ્યોગને લઈ મહત્વની જાહેરાત કરાતા ઉદ્યોગકારોને મોટી આશા જાગી છે. ન માત્ર ઉદ્યોગકારો પરંતુ, ટેક્સના માળખામાં ફેરફાર થતાં સામાન્ય લોકો પણ બજેટને આવકારી રહ્યા છે. અમદાવાદ અને વડોદરાના નાગરિકોએ પણ બજેટને આવકાર્યું છે.. 

જોકે, બીજી તરફ બજેટને લઈને રાજકીય નેતાઓના નિવેદનમાં સંપૂર્ણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટમાં કરેલી જોગવાઈઓના ભરપૂર વખાણ કર્યા જ્યારે બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બજેટને જનતા વિરોધી ગણાવીને પ્રહાર કર્યા છે.. 

12 લાખ સુધીની કમાણી કરતાં કરદાતાઓને ટેક્સ રિબેટ આપવામાં આવ્યું છે. નવા ટેક્સ માળખામાં 12 લાખની આવકવાળા લોકોને ટેક્સમાં 80,000ની બચત થશે જ્યારે 18 લાખની આવકવાળાને 70,000ની બચત થશે, 25 લાખની આવકવાળાને 1,10,000નો ફાયદો થશે. આ રાહતથી લોકો ખુશખુશાલ છે અને બજેટને આવકારી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news