શું ચાલે છે ગુજરાતમાં? આ ગામમાં ચાલતો હતો કાંડ! પોલીસે 16 જેટલા યુવક-યુવતીઓની કરી અટકાયત

યુવક યુવતીઓ ફોન દ્વારા વિદેશના લોકોને લોન આપવાનું કહી ફ્રોડ કરતાં હોવાની માહિતી મળતા જ ભુજ રેન્જની ટીમે રેડ કરી આ સમગ્ર રેકર્ડનો પર્દાફાશ કર્યો છે. જેમાં અત્યારે ભુજ રેન્જની ટીમે 16 જેટલા લોકોને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

શું ચાલે છે ગુજરાતમાં? આ ગામમાં ચાલતો હતો કાંડ! પોલીસે 16 જેટલા યુવક-યુવતીઓની કરી અટકાયત

અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના દીપાસર ગામમાં છેલ્લા આઠ મહિનાથી મકાન ભાડે રાખી નાગાલેન્ડ, મિઝોરમ, ઉત્તર પ્રદેશ, અમદાવાદ અને આણંદના યુવક યુવતીઓ ફોન દ્વારા વિદેશના લોકોને લોન આપવાનું કહી ફ્રોડ કરતાં હોવાની માહિતી મળતા જ ભુજ રેન્જની ટીમે રેડ કરી આ સમગ્ર રેકર્ડનો પર્દાફાશ કર્યો છે. જેમાં અત્યારે ભુજ રેન્જની ટીમે 16 જેટલા લોકોને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર રાજ્યમાં અત્યારે સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે જેની સામે હવે પોલીસ પણ દિવસેને દિવસે કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના દીપાસર ગામેથી મોટું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. દીપાસર ગામમાં છેલ્લા આઠ મહિનાથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. જે મામલે દિપાસર ગામના ભરતભાઈ વેજીયા દ્વારા આ સમગ્ર મામલે ભુજ રેન્જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમની રજૂઆતના પગલે ભુજ રેન્જની ટીમ દિપાસર ગામમાં આવેલ ખેતરમાં આવેલ મકાનમાં રેડ કરી હતી. જે રેડ દરમિયાન ભુજ રેન્જની ટીમને મોટી સફળતા મળી હતી.

ભુજ રેન્જની ટીમે તપાસ દરમિયાન 16 જેટલા યુવક યુવતીઓ મળી આવ્યા હતા. આ તમામ યુવક યુવતીઓ મકાન ભાડે રાખી વિદેશી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. જે મામલે યુવક યુવતીઓને પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા સમગ્ર ફ્રોડ કોલ સેન્ટરનો મામલો સામે આવ્યો હતો. જેમાં નાગાલેન્ડ મિઝોરમ ઉત્તર પ્રદેશ અમદાવાદ આણંદ સહિતના 16 જેટલા યુવક યુવતીઓ વિદેશના લોકોને ફોન કરી લોન આપવાના બહાને વિવિધ ચાર્જીસના રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું હતું. 

ભુજ રેન્જ ની તપાસમાં 25 લેપટોપ 30 મોબાઈલ ફોન સહિત અન્ય સાધન સામગ્રી મળી કુલ 8.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં વધુ એક અમદાવાદનો સ્વપ્નનીલ ઉર્ફે સેમ પટેલનું પણ નામ સામે આવ્યું છે ત્યારે અત્યારે તો આ સમગ્ર મામલે ભુજ રેન્જની ટીમે તમામ લોકોની અટકાયત કરી તમામ લોકોને ડીસા કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

કોલ સેન્ટર ચલાવતા આરોપીઓએ સોલારના કામકાજનું કહીને ઘર ભાડે લીધું હતું .જે ઘર અધતન સુવિધાવાળું એસી તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ હતું અને મકાન પર ટાવર લગાવેલા હતા. આ કોલ સેન્ટર ઇન્ટરનેશનલ કનેક્શન જોડાયેલું હોવાનું બહાર આવ્યું છે. તેવો વિદેશી નાગરીકોની બેન્ક ખાતાની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવાતા હતા,જ્યાં કોલસેન્ટર ચાલતું હતું તે મકાન વાવ સરપંચ દિ પરિવારનું ખૂલ્યું છે. 

દીપાસરા વિસ્તારમાં જ્યાં મકાન આવેલું છે તે વાવના વર્તમાન સરપંચ પરિવારનું છે. જેમાં તેમના એક દીકરા તાલુકા ભાજપના હોદ્દેદાર પણ છે. સરપંચ પરિવાર ખેતરમાં રહે છે અને આ મકાન કોલ સેન્ટર સંચાલકોએ સોલારનું બહાનું ધરી મકાન રિનોવેશન કરાવી ભાડામાં વાળવાનું નક્કી કયું હતું.જેમના ઘરમાં કોલ સેન્ટર ચાલતું હતું. તેમણે જ બાતમી આપી હતી, વાવના દીપાસરના ભરતસિંહ નાગજીભાઈ વેઝીયાએ રજૂઆત કરી તેમના ઘરમાં ચાલતું કોલ સેન્ટર પકડાવી દીધું હતું. જેના આધારે ભુજ રેન્જ સાઇબર ટીમે આરોપીઓને લેપટોપ સહિતના સાધનો સાથે દબોચી લીધા હતા. 

16 આરોપી ઝડપાયા,એક ફરાર

  • 1. અમીસ ધર્મેન્દ્ર પટેલ ઉ.વ-22 (રહે આઝાદપૂરા જી-લલીતપુર (ઉ.પ્ર.)
  • 2. રોનકકુમાર સુનિલકુમાર મહીડા ઉવ.21(રહેગામ-અલારસા તા-બોરસદ જી- આણંદ)
  • 3. લાલનુપૂઈ રૌફંઝુવા હૌહનાર ઉ.વ.25 (રહે-સ્વંગકવન, સૈરંગ રોડ એઝોલ મિઝોરમ)
  • 4. નંદનદાસ રાજારામદાસ ઉ.વ.27 રહે-305 રવિન્દ્રસરની કોલકાતા
  • 5. વાનલાલથજુયલ આર્કલલરકૂટ રાલટે ઉ.વ-21 રહે-ગામ-રામ્લન આઈઝોલ મિઝોરમ
  • 6. આરોપી મેલોડી લાલમાંગીજુલાઈ ક્લાલડાવલંગકીમાં ઉ.વ-20 રહે.મિઝોરામ
  • 7. પ્રિન્સસાવ પવનસાવ ઉ.વ-25 રહે- 201 મહારીશી દેવેન્દ્રે રોડ કોલકત્તા
  • 8. કુંદનકુમાર રાજારામ દાસ ઉ.વ-28 305 રવિન્દ્રસરની કોલકાતા
  • 9. ઈપલો વિકૂટો ચોપી ઉ.વ-22 રહે- મ. ન.25 સાઉથ પોઈન્ટ ઈસ્ટ ઝૂન્હેબોટો નાગાલેડ
  • 10 અંકુવ હકાવી યેપાઠોમીન ઉ.વ-23 રહે,દિમાપુર ટોળવી લેન્ડટુ જી-ઝૂનેબોટો નાગાલેન્ડ
  • 11. જુલિએટ ઑ લાલદુશકી લાલીયુલીકાના ઉ.વ-23 રહ,,હલીમેન આઈઝવાલ, મીઝોરમ
  • 12. આરોપી લોવીકા કવહા કિહો ઉ.વ-25 રહે-નાગાલેન્ડ
  • 13. કનૈયાકુમાર બુરાન ઝા ઉવ.25 રહે.કલકતા
  • 14. મીમી લાલરોતડીકી લાલલીનીયાના ઉવ.23 રહે.મીઝોરમ
  • 15. ચિરાગ એહમતસિંહ રાવલ ઉવ.35 રહે. નિઝામપુરા
  • 16. આરોપી વિશાલ બળવંત ઠાકુર ઉવ.28, હીમાચલપ્રદેશ

પકડવાના બાકી મુખ્ય આરોપી

  • 17. સ્વપનીલ ઉર્ફે સેમ પટેલ રહે.અમદાવાદ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news