મધમાખી પાલકો માટે સરકારની મહત્વપૂર્ણ યોજના; 14 જિલ્લાના 53 આદિજાતિ તાલુકાને મળશે લાભ

આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની બે હાઇવ્સ તથા કોલોની અપાશે. સહાય મેળવવા માટે મધમાખી પાલકો આગામી તા. ૭ ફેબ્રુઆરી સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

મધમાખી પાલકો માટે સરકારની મહત્વપૂર્ણ યોજના; 14 જિલ્લાના 53 આદિજાતિ તાલુકાને મળશે લાભ

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આદિજાતી વિસ્તારોમાં મધમાખી પાલનનો વ્યાપ વધારવા માટે સહાયલક્ષી યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના 53 આદિજાતિ તાલુકાના મધમાખી પાલકો, સેલ્ફ હેલ્પ ગ્રુપ, સખી મંડળ, FPO અને FPCના આદિજાતિ સભાસદને વિનામૂલ્યે બે મધમાખીની હાઇવ્સ તથા કોલોની (મધમાખીની પેટી) પૂરી પાડવામાં આવે છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે મધમાખી પાલકોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. મહત્તમ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. 7 ફેબ્રુઆરી સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 

આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને અરજીની પ્રીંટ જરૂરી સાધનિક કાગળો સાથે જે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવાની રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news