જયેશ રાદડિયા કિંગ બન્યા! જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ભાજપની 19 પેનલ બિનહરીફ

Jayesh Radadiya : રાજકોટના સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત... જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની 19 પેનલ બિનહરીફ થઈ... ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવારો બિનહરીફ થયા

જયેશ રાદડિયા કિંગ બન્યા! જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ભાજપની 19 પેનલ બિનહરીફ

Rajkot News : રાજકોટ-સહકારી ક્ષેત્રમાં ફરી રાદડિયાનો દબદબો યથાવત જોવા મળ્યો. જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 19 પેનલ બિનહરીફ વિજેતા બની છે. ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવારો બિન હરીફ બન્યાાં છે. સંઘના 12 પ્રતિનિધિઓ અને મંડળીના  7 પ્રતિનિધીઓ બિનહરીફ થયા છે. 5 વર્ષની ટર્મ પુરી થતાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. 

રાજકોટ જિલ્લા ખરીદ-વેચાણ સહકારી સંઘની કુલ 19 બેઠકોની તબકકાવાર ચૂંટણી યોજાઈ હતી. જેમાં મંડળીઓના સાત પ્રતિનિધિઓની ચૂંટણીમાં સાતેય ઉમેદવાર રાદડીયા જૂથના બિનહરિફ ચૂંટાયા હતા. જયારે સંઘ પ્રતિનિધિ વિભાગ અને ઇતર વિભાગની 12 બેઠકોની ચૂંટણીમાં પણ તમામ ઉમેદવારો સામે પણ અન્ય કોઈ ઉમેદવારોના નામના ઠરાવો નહી આવતા તમામ ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા હતા.

16 બેઠકો પર રાદડિયા જૂથના વિજેતા 
તમામ 16 બેઠકો ઉપર રાદડીયા જૂથના ઉમેદવારો વિજેતા થયા છે. જિલ્લા ખરીદ-વેચાણ સહકારી સંઘના બોર્ડમાં બે જિલ્લા સહકારી બેંકના તથા બે કો ઓપ્ટ સભ્યો મળી કુલ 23 સભ્યોનું બોર્ડ બનશે.

આ સંઘ ખેતપેદાશોનું ખેડૂતોના લાભાર્થે ખરીદ વેચાણ કરતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news