ગુજરાતમાં વરસાદનું તાંડવ શરૂ : મોડી રાતથી અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

ભારે વરસાદે સમગ્ર ગુજરાતને બાનમાં લીધુ છે. આગાહી વચ્ચે ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મોડી સાંજે વરસાદ અંગેની આગાહી (weather update) કરી હતી. ત્યારે વરસાદે પોતાનુ તાંડવ બતાવવાની શરૂઆત કરી દીધી છે

ગુજરાતમાં વરસાદનું તાંડવ શરૂ : મોડી રાતથી અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

ઝી મીડિયા/બ્યૂરો :ભારે વરસાદે સમગ્ર ગુજરાતને બાનમાં લીધુ છે. આગાહી વચ્ચે ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મોડી સાંજે વરસાદ અંગેની આગાહી (weather update) કરી હતી. ત્યારે વરસાદે પોતાનુ તાંડવ બતાવવાની શરૂઆત કરી દીધી છે. રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્યમાં રાત્રે ધોધમાર 4 ઇંચ વરસાદ (heavy rain) તૂટી પડ્યો હતો. તો બીજી તરફ વલસાડ તાલુકામાં 6.3 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભાવનગર અને મહુવામાં તાલુકામાં સૌથી વધુ અવિરત 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, મોડી રાતથી જ વરસાદે માઝા મૂકી છે. આ કારણે ગુજરાતના અનેક ડેમના દરવાજા ખોલવા પડ્યા છે. જેથી નીચાણવાળા વિસ્તારના લોકો ભયમાં મૂકાયા છે.

ગુલાબ વાવાઝોડાની સૌથી વધુ અસર રાજકોટમાં
'ગુલાબ' વાવાઝોડાની ગુજરાતમાં અસરથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેને પગલે તંત્ર એલર્ટ મોડ પર મૂકાયુ છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. તેથી રાજકોટમાં તંત્ર એલર્ટ મોડ પર મૂકાયુ છે. NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવાઈ છે. રાજકોટ ગોંડલ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગોંડલ શહેરની જીવાદોરી સમાન વેરી ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી ગોંડલની ગોંડલી નદીઓ ગાડીતૂ બની છે. ગોંડલ કંટોલિયા અને વોરાકોટડા ગામના લોકોને એલર્ટ કરાયાછે અને નદીકાંઠે ન જવા સૂચના અપાઇ છે. 

વલસાડ તાલુકામાં 6.3 ઈંચ વરસાદ 
વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ છે. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ વલસાડ તાલુકામાં રાતના 12 વાગ્યા થી 2 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમનું લેવલ 78.80 પર પહોંચી ગયુ છે. મધુબન ડેમમાં દર કલાકે 1,52,088 પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી 1,09,268 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો 8 દરવાજા 2 મીટરે ખોલવામાં આવ્યા છે. 

  • વલસાડ - 6.3 ઇંચ
  • કપરાડા - 6.1 ઇંચ
  • પારડી -3.3 ઇંચ
  • ધરમપુર -2.9 ઇંચ
  • વાપી-2.7 ઇંચ
  • ઉમરગામ - 2.6 ઇંચ

અમરેલીના વડિયા તેમજ ઉપરવાસમાં રાત્રે વરસાદને પગલે સુરવો ડેમમાં પાણીની આવક વધી છે. જેથી વડિયાના સુરવો ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 3 દરવાજાઓ 3-3 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી 5700 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણી છોડાતા વડિયા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

ભાવનગર અને મહુવામાં તાલુકામાં સૌથી વધુ અવિરત 3 ઇંચ વરસાદ રાત્રિ દરમિયાન વરસી ચૂક્યો છે. રાત્રિ દરમ્યાન જિલ્લાના તમામ તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અનેક તાલુકામાં અવિરત ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. 

  • ભાવનગરમાં 77mm
  • મહુવામાં 76mm
  • વલભીપુરમાં 49mm 
  • જેસરમાં 46mm
  • સિહોરમાં 42mm
  • ઘોઘામાં 33mm
  • ઉમરાળા 31mm
  • ગારિયાધારમાં 27mm
  • પાલીતાણામાં 27mm
  • તળાજા 22mm 

 

ક્યાં ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, આણંદ અને રાજકોટમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. ગમે તે સ્થિતિ માટે આનુષાંગિત તૈયારીઓ પણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news