દાઉદના સાગરિત અને 1993 મુંબઈ બ્લાસ્ટના 4 આરોપી ને ગુજરાત ATSએ અમદાવાદથી ઝડપી લીધાં
અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે પોતાના ઠેકાણા બદલી નાંખ્યા હતા. તેના પાસપોર્ટમાં લખેલી તમામ માહિતી ફેક નીકળી છે. તપાસમાં સામે આવ્યા મુજબ, આ ચારેય શખ્સ 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી છે.
- ગુજરાત ATSને મળી મોટી સફળતા
- 1993 મુંબઈ બ્લાસ્ટના 4 આરોપીની ધરપકડ
- દાઉદનો નજીકનો સાગરિત છે અબુ બકર
- યુસુફ ભટકા, સોએબ બાબા, સૈયદ કુરેશી ઝડપાયા
- મુંબઈ બ્લાસ્ટના 4 આરોપીની અમદાવાદમાં ધરપકડ
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદઃ કહેવાય છેકે, કાનૂન કે હાથ બહોત લંબે હોતે હૈ...ગમે તેટલો શાતિર આરોપી હોય પણ વહેલાં મોડાં એ પોલીસના હાથે ઝડપાઈ જ જાય છે. આ વાતને અનુરૂપ ગુજરાત ATS (Anti-Terrorism Squad) ને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS ની ટીમે વર્ષ 1993 માં થયેલાં મુંબઈ બ્લાસ્ટ કેસના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યાં છે. સમગ્ર ઓપરેશન અંગે ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતુંકે, મુંબઈમાં વર્ષ 1993માં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને અંજામ આપ્યાં બાદ આ આરોપીઓ ફરાર હતાં. તેમણે બનાવટી પાસપોર્ટ બનાવીને તેઓ આવ્યાં હતાં. ચારેય આરોપીઓ મહોમ્મદ ડોસાની ગેંગમાં કામ કરતા હતા. અર્જૂન ગેંગ તરીકે ચારેય આરોપીઓ જાણીતા હતા. 1995માં આ આરોપીઓએ ભારત છોડ્યું હતું. તેમની પાસેથી શંકાસ્પદ ડિજિટલ એવીડન્સ અને મોબાઈલ કબજે લેવામાં આવ્યાં છે. અમદાવાદના સરદારનગરમાંથી ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈ બ્લાસ્ટના 4 આરોપીઓની અમદાવાદના સરદારનગરમાંથી ગુજરાત ATS દ્વારા ધરપકડ #Gujarat #GujaratATS #MumbaiBlasts pic.twitter.com/aGHRapgecv
— Zee 24 Kalak (@Zee24Kalak) May 17, 2022
આ કેસમાં ફરાર આરોપી અને અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગના ચાર સાગરિતોને ગુજરાત એટીએસની ટીમે અમદાવાદથી ઝડપી પાડ્યાં છે. આ સમગ્ર ઓપરેશનમાં ગુજરાત એટીએસની ટીમે દાઉદના ખાસ ગણાતા અબુ બકરને પણ અમદાવાદથી જ દબોચી લીધો છે. 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં લાંબા સમયથી ફરાર એવા દાઉદ ગેંગના અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા, ડી.સૈયદ કુરેશીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે.
અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે પોતાના ઠેકાણા બદલી નાંખ્યા હતા. તેના પાસપોર્ટમાં લખેલી તમામ માહિતી ફેક નીકળી છે. તપાસમાં સામે આવ્યા મુજબ, આ ચારેય શખ્સ 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી છે.
મુંબઈમાં 1993 માં થયેલાં બોમ્બ બ્લાસ્ટનો સમગ્ર ઘટનાક્રમઃ
- પ્રથમ વિસ્ફોટઃ મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં બપોરે 1-30 કલાકે
- બીજો વિસ્ફોટઃ નરસી નાથ સ્ટ્રીમાં બપોરે 2-15 કલાકે
- ત્રીજો વિસ્ફોટઃ શિવસેના ભવનમાં બપોરે 2-30 કલાકે
- ચોથો વિસ્ફોટઃ એર ઈન્ડિયા બિલ્ડિંગમાં બપોરે 2-33 કલાકે
- પાંચમો વિસ્ફોટઃ સેન્ચુરી બજારમાં બપોરે 2-45 કલાકે
- છઠ્ઠો વિસ્ફોટઃ માહિમમાં બપોરે 2-45 કલાકે
- સાતમો વિસ્ફોટઃ ઝવેરી બજાર બપોરે 3-05 કલાકે
- આઠમો વિસ્ફોટઃ સી રોક હોટલ બપોરે 3-10 કલાકે
- નવમો વિસ્ફોટઃ પ્લાઝા સિનેમા બપોરે 3-13 કલાકે
- દસમો વિસ્ફોટઃ જુહૂ સેન્ટુર હોટલમાં બપોરે 3-30 કલાકે
- અગિયારમો વિસ્ફોટઃ સહારા એરપોર્ટ બપોરે 3-30 કલાકે
- બારમો વિસ્ફોટઃ સેન્ટુર હોટલ, એરપોર્ટ બપોરે 3-40 કલાકે
આ ઉપરાંત રાજસ્થાનથી મોટી માત્રામાં આરડીએક્સ ઝડપાયું હતું તેના આરોપીને પણ મુંબઈથી આજે ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધાં છે. આ કેસમાં ફરાર આરોપી આકિફ નાચનની પણ ગુજરાત એટીએસની ટીમે ધરપકડ કરી લીધી છે. માર્ચ 2022મા રાજસ્થાનથી ઝડપાયુ 12 કિલો RDX ઝડપાયું હતું. તે સમયે RDX સાથે કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાનના નિંબાહેરા પો.સ્ટેશનમાં આ કેસ અંગે ગુનો નોંધાયો હતો. આમ, આજે ગુજરાત એટીએસની ટીમને બે મોટા કેસમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે