ગુજરાતમાં કરાર આધારિત શાળા સહાયકોની કરાશે ભરતી, આટલો મળશે પગાર
Contractual School Assistants Recruitment: રાજ્યની શાળાઓમાં હવે કરાર પર શાળા સહાયક લેવાશે. સરકારી પ્રાથમિક શાળાઓમાં 11 મહિનાના કરાર પર થશે ભરતી. સરકાર 21 હજાર રૂપિયા મહેનતાણું પ્રતિ મહિને આપશે. શાળા સહાયક માટે ગ્રેજ્યુએશન સાથે બીએડ કરેલું હોવું જોઈએ. પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં જ શાળા સહાયક મુકાશે.
Trending Photos
Contractual School Assistants Recruitment: રાજ્યની શાળાઓમાં હવે કરાર આધારિત શાળા સહાયકોની ભરતી કરવામાં આવશે. રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 11 મહિનાના કરાર પર શાળા સહાયકોની ભરતી થશે. સરકાર માસિક 21 હજાર રૂપિયાનું મહેનતાણું શાળા સહાયકને ચૂકવશે. તેમજ શાળા સહાયક માટે ગ્રેજ્યુએશન સાથે બીએડની શૈક્ષણિક લાયકાત જરૂરી છે. પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં જ શાળા સહાયક લેવાશે.
રાજ્યની શાળાઓમાં ભરતી કરવામાં આવનાર શાળા સહાયકોના કામગીરી સમીક્ષા આઉસોસીંગ એજન્સી દ્વારા કરવામાં આવશે. રાજ્યની સરકારી પ્રાથમિક પગાર-કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે.
આટલો મળશે પગાર
શાળા સહાયક માટે ગ્રેજ્યુએશન સાથે બીએડની શૈક્ષણિક લાયકાત જરૂરી છે. તેમજ એજન્સી દ્વારા પસંદ થનાર ઉનેદવારની વય મર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ભરતી કરવામાં આવનાર શાળા સહાયકોને 21000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શાળા સહાયકોન 11 માસના કરાર પર ભરતી કર્યા બાદ કરાર પૂર્ણ થયા બાદ છૂટા કરી દેવામાં આવશે. આ ઉપરાંત શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાલા સમય બાદ પણ વહીવટી કામગીરી, શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા વડી કચેરીને કામગીરી સોંપવાની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે