આમિર ખાનની જિંદગીમાં ફરી એક મિસ્ટ્રી ગર્લની એન્ટ્રી; 59 વર્ષની ઉંમરે શું ત્રીજી વાર ઘોડે ચઢશે!

Aamir khan: આમિર ખાન તાજેતરમાં પોતાના પુત્ર જુનૈદ ખાનની થિયેટર ડેબ્યુ ફિલ્મ 'લવયાપા'ના લોન્ચ પર કહ્યું હતું કે તે ખૂબ જ રોમેન્ટિક વ્યક્તિ છે. કેટલાક અહેવાલો અનુસાર આમિર ખાન ફરી પ્રેમમાં છે? આમિર ત્રીજી વખત પ્રેમમાં પડ્યો છે?

આમિર ખાનની જિંદગીમાં ફરી એક મિસ્ટ્રી ગર્લની એન્ટ્રી; 59 વર્ષની ઉંમરે શું ત્રીજી વાર ઘોડે ચઢશે!

Aamir Khan New Relationship: બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર કાનની જિંદગીમાં એકવાર ફરીથી પ્રેમની એન્ટ્રી થઈ હોવાના સમાચાર વહેતા થયા છે. ફિલ્મફેયરની એક રિપોર્ટ અનુસાર આમિર ખાન હાલ એક સિરિયસ રિલેશનશિપમાં છે. આમિર ખાનની મિસ્ટ્રી વુમન કોણ છે? શું તે ત્રીજીવાર લગ્ન કરવાનો છે? આ વાતને વિસ્તારથી જાણીએ.

પરિવાર સાથે મળાવી ચૂક્યો છે..
ફિલ્મફેરના અહેવાલો અને સૂત્રોના જણાવ્યા અનુસાર, આમિર ખાનની મિસ્ટ્રી વુમન બેંગલુરુની છે. આમિર ખાને પણ આ મિસ્ટ્રી મહિલાનો પરિચય તેમના પરિવાર સાથે કરાવી દીધો હોવાના અહેવાલ છે. જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી અટકળોનો દોર શરૂ થઈ રહ્યો છે કે શું આમિર ખાન ત્રીજી વખત લગ્ન કરશે? આ અંગે હજુ કંઈ સ્પષ્ટ નથી. ઉપરાંત પ્રેમમાં પડવાના અને ત્રીજી વખત લગ્ન કરવાના સમાચારને આમિર ખાન કે તેના પરિવાર દ્વારા સત્તાવાર રીતે કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી.

વીતેલા દિવસોમાં એકલતા વિશે વાત કરી
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં આમિર ખાને કહ્યું હતું કે મને એકલા રહેવું બિલકુલ પસંદ નથી. મારે જીવનસાથીની જરૂર છે. હું એકલો વ્યક્તિ નથી, મને કોઈની કંપની ગમે છે હું મારી પૂર્વ પત્ની રીના અને કિરણની પણ ખૂબ નજીક છું.

આમિર ખાનના બે લગ્ન-બે છૂટાછેડા
આમિર ખાનના રિલેશનશિપ ફ્રંટની વાત કરીએ તો તે બે વાર લગ્ન કરી ચૂક્યો છે, સાથે બન્ને પત્નીઓ સાથે તેમના છૂટાછેડા પણ થઈ ચૂક્યા છે. આમિર ખાનના પહેલા લગ્ન રીના દત્તા સાથે 1986માં થયા હતા, અને છૂટાછેડા 2002માં થયા. ત્યારબાદ આમિર ખાનને 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા અને ડિવોર્સ 2021માં થયા.

એક્સ પત્નીઓ સાથે સારા સંબંધ છે...
આમિર ખાને કહ્યું છે કે તેની બંને પૂર્વ પત્નીઓ સાથે તેના સંબંધો હજુ પણ સારા છે. આમિરને રીના દત્તાથી બે બાળકો છે, એક જુનૈદ અને બીજું ઇરા. આમિરને કિરણ રાવથી એક પુત્ર છે, જેનું નામ આઝાદ છે. આમિર ખાન છૂટાછેડા પછી પણ કિરણ રાવ સાથે કામ કરી રહ્યો છે. કિરણ રાવ ફિલ્મોનું નિર્દેશન કરે છે, આમિર તેને પ્રોડ્યૂસ કરે છે અથવા તેમાં અભિનય કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news