ગેરેજ ચાલક યુવક પર દેવું થઈ જતાં મિત્રો સાથે કર્યું એવું કામ કે...આવ્યો કાયદાના સકંજામાં! વાંચો સુરતની ઘટના
સુરત શહેરના ગોડાદરા પોલીસ મથકમાં મોપેડ બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.આ મામલે પોલીસે તપાસ કરતા ગોડાદરા માં જ રહેતા ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના ગોડાદરા પોલીસે વાહન ચોર ટોળકીની ધરપકડ કરી છે. ઘર પાસે પાર્ક કરેલ વાહનોને આરોપીઓ ટાર્ગેટ કરી ચોરી કરતા હતા. બે મોપેટ એક બાઈક સાથે પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. મુખ્ય આરોપી પર દેવું થઈ જતાં મિત્રો સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. હાલ પોલીસે મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના ગોડાદરા પોલીસ મથકમાં મોપેડ બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.આ મામલે પોલીસે તપાસ કરતા ગોડાદરા માં જ રહેતા ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓની પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે ઘરની બહાર પાર્ક કરેલા લોક વગરના વાહનોને ટાર્ગેટ કરતા હતા. આરોપીઓએ પુણા માંથી બે અને ગોડાદરા વિસ્તાર માંથી એક વાહનની ચોરી કરી હતી. આરોપીઓ વાહન ચોરોને કરીને ગોડાદરા વિસ્તારમા એક ખુલ્લા પ્લોટમાં સંતાવિને રાખતા હતા. પોલીસે બાતમીને આધારે ત્રણે આરોપીઓને મુદ્દા માલ સાથે પકડી પાડ્યા છે. ગોડાદરા પોલીસ આરોપીઓ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્ય આરોપી નીલેશ હડિયા ગેરેજ ની દુકાન ચલાવે છે. આરોપી પર દેવું થઈ જતા તે ચોરીના રવાડે ચડી ગયો હતો. પહેલા તો તેને તેના બે મિત્રો સાથે ચોરીનો પ્લાન બનાવ્યો હતો.આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ગોડાદરા પોલીસ મથકમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે નિલેશ હડિયા, વિપુલ સિસારા, હિતેષ લાડુમોરની ધરપકડ કરી છે.પુણા પોલીસ મથકમાં આરોપીઓ બે વાહનોની ચોરી કરી હતી. ગોડાદરામાંથી એક વાહનની ચોરી કરી હતી. પોલીસે આ ત્રણે વાહનો જપ્ત કર્યા છે. પોલીસે 1.70 લાખના વાહનોની સાથે ચોરીમાં ઉપયોગમાં લીધેલ એક બાઈક પણ જપ્ત કરી છે.આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે નહી પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.
આરોપીઓ રાત્રી દરમિયાન વિસ્તારોમાં ફરતા રહેતા હતા. ઘરની બહાર પાર્કિંગ કરેલ જે વાહનો લોક ન કરેલ હોય તેને ટાર્ગેટ કરી ચોરી કરીને ફરાર થઈ જતાં હતાં. દહેવત ગામ ખાતે આવેલ એક ખુલ્લા પ્લોટમાં સંતાડીને રાખતા હતા. આરોપીઓ ત્રણ વાહનોની ચોરી કર્યા બાદ હજુ અન્ય વાહન ચોરી કરવાની ફિરાગમાં હતા અને એક એક કરીને વાહનો અહીં સંતાડી એકસાથે વેચવાના હતા. હાલ ગોડદરા પોલીસે બાતમીના ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળીયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે