સ્વતંત્રતા દિવસને લઇ Flipkart પર Mi Days સેલ, સ્માર્ટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ
સ્વતંત્રતા દિવસને લઇ ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) પર સેલનું આયોજન કરાયું છે. સેલની શરૂઆત 12 ઓગસ્ટથી થઇ ગઇ છે અને તે 18 ઓગસ્ટ સુધી ચાલશે. Mi Days સેલમાં શાઓમી (Xiaomi)ના દરેક સ્માર્ટફોન પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસને લઇ ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) પર સેલનું આયોજન કરાયું છે. સેલની શરૂઆત 12 ઓગસ્ટથી થઇ ગઇ છે અને તે 18 ઓગસ્ટ સુધી ચાલશે. Mi Days સેલમાં શાઓમી (Xiaomi)ના દરેક સ્માર્ટફોન પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Redmi Note 7S જેની કિંમત 11999 રૂપિયા છે આ સ્માર્ટફોન 2000ના ડિસ્કાઉન્ટ પર 9999 રૂપિયામાં મળી રહ્યો છે. HDFC બેંકના ડેબિટકાર્ડનો ઉપયોગ કરવાથી 5 ટકા કેશબેક પણ મળશે. આટલું જ કેશબેક એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ પર મળશે. આ ફોનમાં 3 GB રેમ, 48MP + 5MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને 13MP સેલ્ફી કેમેરો છે.
તાજેતરમાં લોન્ચ થયેલ Redmi K20 પર પણ 1000 રૂપિયાની છૂટ મળી રહી છે. 22999 રૂપિયાનો આ ફોનમાં 21999 રૂપિયા મળી રહ્યા છે. એક્સિસ બેંક કાર્ડ પર પણ 5 ટકા કેશબેક મળશે. આ ફોનમાં 6 GB રેમ, 48 48MP + 13MP + 8MP ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને 20MPનો સેલ્ફી કેમેરો છે.
POCO F1 પર 18 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 21999 રૂપિયાનો આ ફોન 17999 રૂપિયામાં વેચાઇ રહ્યા છે. તેની સ્ક્રીન 6.18 ઇંચની છે. રેમ 6 જીબી છે, ઇન્ટરનલ મેમરી 64 જીબી છે. કેમેરાની વાત કરીએ તો 12MP + 5MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને 20MPનો સેલ્ફી કેમેરો છે.
આ પણ વાંચો:- આ તારીખે લોન્ચ થઇ શકે છે Nokia 7.2, જાણો લીક ફીચર્સ
Redmi Note 7 Pro પર 12 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 15999 રૂપિયાનો આ ફોન 13999 રૂપિયામાં મળી રહ્યા છે. એક્સિસ બેન્ક અને HDFC બેંક કાર્ડને અલગથી 5 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. સ્પષ્ટીકરણોની વાત કરીએ તો તેની રેમ 4 જીબી છે અને સ્ક્રીન 6.3 ઇંચની છે. કેમેરાની વાત કરીએ તો, અહીં 48MP + 5MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને 13MPનો સેલ્ફી કેમેરો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે