મહેલથી કમ નથી આ બંગલો... અદાણી મેન્શન પર ભારે પડી આ મહિલા, 4350000000 રૂપિયામાં ખરીદ્યું સૌથી મોંઘું ઘર

Most Expensive Bungalow In Delhi: દિલ્હીનો સૌથી મોંઘું ઘર રેણુકા તલવારની પાસે છે. DLF લિમિટેડના લક્ઝરી ડિવીઝનની CEO રેણુકા તલવાર રિયલ એસ્ટેટ ટાઈકૂન કેપી સિંહની પુત્રી છે.

દિલ્હીનો સૌથી મોંઘો બંગલો

1/7
image

કહેવામાં આવે છે કે દિલ્હી દિલવાળાનું શહેર છે, પરંતુ આ શહેર માત્ર દિલવાળાનું જ નહીં રૂપિયાવાળાનું પણ છે. દેશની રાજધાની દિલ્હી જ્યાં દેશના 57 અબજોપતિ રહે છે, અહીંના સૌથી મોંઘાં ઘરની માલકિને અદાણી મેન્શનને પણ પાછળ છોડી દીધું છે.

દિલ્હીનું સૌથી મોંઘુ ઘર

2/7
image

દિલ્હીનું સૌથી મોંઘું ઘર રેણુકા તલવાર પાસે છે. DLF લિમિટેડના લક્ઝરી ડિવીઝનના CEO રેણુકા તલવાર રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ કેપી સિંહની પુત્રી છે. ભારતની સૌથી મોટી પ્રોપર્ટી ડેવલપમેન્ટ કંપનીઓમાંની એક ડીએલએફના માલિક કેપી સિંહની પુત્રીએ દિલ્હીમાં સૌથી લક્ઝુરિયસ પ્રોપર્ટી ખરીદી છે.

મહેલથી કમ નથી આ ઘર

3/7
image

રાણુકાએ વર્ષ 2016માં કમલ તનેજા પાસેથી આ બંગલો ખરીદ્યો હતો. દિલ્હીનું આ સૌથી મોટું ઘર ઘણા દાયકાઓનો સૌથી મોટો રિયલ એસ્ટેટ સોદો છે. અંદાજે 5,000 ચોરસ મીટરમાં ફેલાયેલું આ ઘર કોઈ મહેલથી ઓછું નથી.

સૌથી મોંઘો સોદો

4/7
image

રેણુકાએ આ બંગલો 8.8 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવે ખરીદ્યો છે. રેણુકા તલવારના પતિ જીએસ તલવાર ડીએલએફમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. પૃથ્વીરાજ રોડ પર બનેલો આ બંગલો દિલ્હીના સૌથી મોંઘા મકાનોમાંથી એક બની ગયો છે. આ બંગલાએ અદાણી મેન્શનથી લઈને જિંદાલના બંગલાને પણ ઝાંખા પાડી દીધા છે.

કેટલી સંપત્તિની માલકિન

5/7
image

DLF ગ્રુપના માલિક કેપી સિંહની પુત્રી રેણુકાની સંપત્તિ લગભગ 2780 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રેણુકા તલવાર લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે.

પિતા પાસે દિલ્હીમાં વધુ બે બંગલા

6/7
image

રેણુકાના અબજોપતિ પિતા કેપી સિંહ પાસે દિલ્હીના લ્યુટિયન ઝોન ઔરંગઝેબ રોડ પર વધુ બે બંગલા છે. જેની કિંમત કરોડોમાં છે.

અદાણી મેન્શન પણ છોડ્યું પાછળ

7/7
image

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું દિલ્હી-NCRમાં ગુડગાંવના સરખેજ વિસ્તારમાં એક આલીશાન ઘર છે, જેની કિંમત લગભગ 400 કરોડ રૂપિયા છે. 25,000 ચોરસ ફૂટના ઘરમાં 7 બેડરૂમ, 6 હોલ અને એક કિચન છે.