Best CNG Car: CNG કાર લેવાનું વિચારો છો ? તો આ છે વર્ષ 2025 માં લેવા જેવી 4 કાર, આપે છે જોરદાર માઈલેજ
Best CNG Car: પેટ્રોલ, ડિઝલના સતત વધતા ભાવના કારણે લોકો હવે સીએનજી કાર લેતા થયા છે. જો તમે પણ આ વર્ષમાં કાર લેવાનું વિચારો છો તો તમને જણાવીએ સીએનજી કારના 4 બેસ્ટ ઓપ્શન.
Trending Photos
Best CNG Car: સીએનજી કાર પેટ્રોલ, ડીઝલ કાર કરતા વધારે માઈલેજ આપે છે અને તેનું મેન્ટેનન્સ પણ ઓછું હોય છે. જો તમે પણ નવા વર્ષમાં સીએનજી કાર લેવાનું વિચારો છો તો આજે તમને કેટલીક દમદાર સીએનજી કાર વિશે જણાવીએ જે સસ્તી પણ છે અને સારું માઈલેજ આપે છે.
મારુતિ સ્વીફ્ટ
જો તમે ઓછા ખર્ચમાં સારી સીએનજી કાર વસાવવા માંગો છો તો મારુતિ સ્વીફ્ટ કાર સારામાં સારો ઓપ્શન છે. આ કારમાં 1.2 લીટરના 3 સિલેંડરવાળું એન્જીન મળે છે. આ કાર 1 કિલો સીએનજીમાં 32.85 કિલોમીટરની માઈલેજ આપે છે. આ કારની એક્સ શોરુમ પ્રાઈઝ 8.19 લાખ રુપિયા છે.
ટાટા પંચ
ટાટા પંચ પણ સસ્તી સીએનજી કાર માટે સારો ઓપ્શન છે. આ કારમાં 1.2 લીટરના 3 સિલીંડર અને નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીન મળે છે. આ કાર 1 કિલો સીએનજીમાં 26.88 કિલોમીટરની માઈલેજ આપે છે. આ કારની એક્સ શોરુમ પ્રાઈઝ 7.22 લાખ રુપિયા છે.
હ્યુંડાઈ ઓરા
આ વર્ષમાં તમે સીએનજી કાર લેવા માંગો છો તો હ્યુંડાઈ ઓરા પણ એક સારો વિકલ્પ છે. આ કારમાં 197 સીસીનું એન્જીન. આ કાર 1 કિલો સીએનજીમાં 22 કિલોમીટરની માઈલેજ આપે છે. આ કારની એક્સ શોરુમ પ્રાઈઝ 7.48 લાખ રુપિયા છે.
મારુતિ સીલેરિયો
મારુતિની આ કાર બજેટ રેંજમાં સારામાં સારો ઓપ્શન છે. જો તમે બજેટમાં નવી સીએનજી કાર લેવામાં માંગો છો તો આ કાર તમને ગમશે. આ કારમાં 998 સીસીનું એન્જીન આપવામાં આવ્યું છે. આ કાર 1 કિલો સીએનજીમાં 34.43 કિલોમીટર સુધી માઈલેજ આપે છે. આ કારની એક્સ શોરુમ પ્રાઈઝ 6.73 લાખ રુપિયા છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે