ગણતરીના કલાકોમાં બનશે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ, ઈચ્છાઓ પૂરી થશે! ધનના ઢગલા થાય તેવો યોગ
વૈદિક જ્યોતિષ મુજબ નવગ્રહોમાં ચંદ્રમા સૌથી ઝડપી ગતિથી ગોચર કરતો ગ્રહ ગણાય છે કારમ કે તે એક રાશિમાં લગભગ અઢી દિવસ સુધી જ રહે છે. આ કારણે ચંદ્રમાની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે પછી દ્રષ્ટિ પડતી હોય છે. ચંદ્રમાની કેટલાક ગ્રહો સાથે યુતિ ખુબ શુભ મનાય છે.
ચંદ્રમા 9 જાન્યુઆરીના રોજ રાતે 8.46 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ ગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે. આવામાં વૃષભ રાશિમાં ગુરુ અને ચંદ્રમાની યુતિ થઈ રહી છે જેનાથી ગજકેસરી યોગનું નિર્માણ થાય છે. વૈદિક જ્યોતિષ મુજબ આ રાજયોગ બનવાથી તમામ રાશિઓના જીવન પર તેનો પ્રભાવ જોવા મળી શકે છે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ચમકીશકે છે. 2025માં પહેલીવાર બની રહેલો આ ગજકેસરી રાજયોગ કઈ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે તે ખાસ જાણો...
વૃષભ રાશિ
વૃષભ રાશિના લગ્ન ભાવમાં ગજકેસરી રાજયોગ બનવા જઈ રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. આવામાં તમે દરેક સમસ્યા અને પડકારને સરળતાથી પાર કરી લેશો. દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ખુબ લાભ થઈ શકે છે. નોકરીયાત જાતકો માટે આ અઠવાડિયું ખુબ સારું રહી શકે છે. ઉચ્ચ અધિકારીઓને તમારું કામ નજરે ચડી શકે છે. આવામાં તમને કરિયરમાં પ્રગતિના યોગ બની શકે છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે જ તમે ભવિષ્ય માટે પૈસાની બચત કરવામાં પણ સફળ રહેશો.
ધનુ રાશિ
ધનુ રાશિમાં ગજકેસરી યોગનું નિર્માણ છઠ્ઠા ભાવમાં થઈ રહ્યું છે. આવામાં આ રાશિના જાતકોને અચાનક ધનલાભની સાથે સાથે પૈતૃક સંપત્તિનો લાભ પણ મળી શકે છે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો નોકરી પર તમારું પૂરેપૂરું ફોકસ રહેશે. જેનાથી તમને લાભ મળવાના યોગ બની રહ્યા છે. વેપારમાં તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિઓ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. કરજ અને લોન સરળતાથી મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે ગજકેસરી યોગ લાભકારી નીવડી શકે છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ એકવાર ફરીથી પૂરા થઈ શકે છે. તમારા દ્વારા કોઈ કામમાં કરાયેલી મહેનતનો હવે સારો રિસ્પોન્સ મળી શકે છે. તેનાથી તમને લાભની સાથે સાથે ખુબ ખુશીઓ પણ મળી શકે છે. નોકરીયાત જાતકોને પણ લાભ મળવાના પૂરેપૂરા યોગ બની રહ્યા છે. માતા લક્ષ્મીની કૃપાથી ખુબ ધનલાભ થઈ શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos