200 કરોડની જમીન માટે રાજકોટના ટીલાળા પરિવારમાં ડખો! બહેનનો આક્ષેપ, ભાઈ બાપુજીની જમીનમાં ભાગ આપતા નથી
MLA Ramesh Tilala Property Controversy : રાજકોટના ટીલાળા પરિવારની 200 કરોડની જમીનનો વિવાદ, ધારાસભ્ય રમેશ ટીલાળાની બહેનને પોલીસ ઉઠાવી ગઈ... સવારથી સાંજ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખીને છોડ્યા.... બહેને કહ્યું, ભાઈએ સંપત્તિમાં બાપુજીની જમીનમાં ભાગ આપતા નથી... તો રમેશ ટીલાળા અને ભાણેજની વાતચીતનો ઓડિયો વાયરલ થયો
Trending Photos
Rajkot News : રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેના ભાઈ મગન ટીલાળા વિવાદમાં આવ્યા છે. પારિવારિક જમીન વિવાદમાં BJP ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના બહેનને પોલીસે ફાર્મ હાઉસમાંથી ઉઠાવ્યા હોવાની વાત સામે આવી છે. ગઈકાલે સવારે 10 વાગ્યે શાપર પોલીસ સ્ટેશનના કર્મીઓએ દયાબેન ઉંધાડને તેમના ફાર્મ હાઉસથી ઉઠાવ્યા બાદ રાત્રે 9.30 વાગ્યે પોલીસ સ્ટેશન માંથી છોડ્યા હતા. રાજકોટ જિલ્લાના શાપરમાં આવેલ 150 વીઘા જગ્યા કે જેની કિંમત આશરે 200 કરોડની રૂપિયા થાય છે તે સમગ્ર જમીનનો વિવાદ ગરમાયો છે.
સગી બહેનને પોલીસ સ્ટેશનમાં કોણે બેસાડી રાખી
હાલ આ જગ્યા મામલે સિવિલ કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે છતાં પણ પોલીસે આ વિવાદમાં કોના કહેવાથી દરમ્યાનગીરી કરી તે સળગતો મુદ્દો છે. ધારાસભ્ય રમેશ ટીલાળાના સગા બહેન દયાબેન ઉંધાડે મીડિયા સમક્ષ આવીને આક્ષેપો કર્યા છે. ધારાસભ્ય રમેશ ટીલાળાના બહેને કહ્યું કે, મને પોલીસે શા માટે ઉઠાવી? સવારથી સાંજ કેમ બેસાડી રાખી? મારો ગુન્હો શું? મુકેશભાઈ નામના પોલીસકર્મીએ અને પીઆઇ રાણા એ કહ્યું તમારી જમીનની બાબતમાં તમારા ભાઈ રમેશ ટીલાળા સાથે હું સમાધાન કરાવી દઉં. સવારે 10 વાગ્યાથી રાત સુધી મને પોલીસે બેસાડી રાખી બાદમાં અચાનક ઘરે જતું રહેવાનું કહ્યું હતું. હાલ સમગ્ર મામલે મીડિયાએ પોલીસનો સંપર્ક કરતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બેહેને ફાર્મ હાઉસમાં તોડફોડ કરતા અમે ત્યાં ગયા હતા, પરંતુ ફરિયાદી મગન ટીલાળાએ ફરિયાદ ન નોંધાવતા અમે બહેનને જવા દીધા છે. જો ખરેખર ફાર્મ હાઉસમાં તોડફોડ થઈ તો ગુનો નોંધ્યા વિના એક મહિલાને શા માટે પોલીસે સવારથી રાત્રી સુધી બેસાડી રાખ્યા?
બહેનનો આક્ષેપ, બાપુજીની જમીનમાં ભાગ આપતા નથી
રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટિલાડાનો પારિવારિક વિવાદ સામે આવ્યો છે. ધારાસભ્યના બહેને પ્રોપર્ટી મુદ્દે મોટા આક્ષેપો કર્યા છે. અમારી બાપ દાદાની ખેતીની જમીનમાં ભાગને લઈને પારિવારિક વિવાદ વકર્યો છે. રમેશ ટીલાળાના બહેન દયાબેન ઊંધાડે આરોપ લગાવ્યા કે, બાપુજીની જમીનમાં ભાગ નથી આપતા, 25 વર્ષ પહેલા બાપુજી વાડીએ ગુજરી ગયા હતા. 150 વીઘા જમીનમાં 9 ભાઈ બહેનનો ભાગ છે. 6 બહેન અને ત્રણ ભાઈનો ભાગ છે. અમારી પાસેથી સહીઓ કરાવી લેવામાં આવી છે. આ મામલે કોર્ટ કેસ ચાલુ છે, 4 વકીલ બદલવ્યા છે. 4 બહેનોએ સહી કરી છે,અને 2 બહેનો બાકી છે. મને શાપર પોલીસ લઈ ગઈ હતી, મારી પોલીસ ફરિયાદ લીધી જ નથી. મને ધારાસભ્યએ બોલાવી કહ્યું કે સહી કરવાની થાય છે કે નથી કરવી તેવી ધમકી આપી. મગનભાઈનો દીકરો પ્રકાશ ધાકધમકી આપે છે. કોઈ સગાના ઘરે જવા પણ દેતા નથી. ચાર પોલીસવાળાએએ ધમકી આપી, જેમાં મુકેશભાઈ નામના વ્યક્તિ ધમકાવે છે. રમેશભાઈ મને ધમકી આપે છે, પણ શાપરની પોલીસ મારી ફરિયાદ નથી લેતી. વાડીમાં તોડફોડ અંગે ત્યાં મે ફેન્સીંગ મારી હતી, આ ફેન્સીંગ ઉખેડી નાંખવામાં આવી છએ, ત્યારે મારી જગ્યામાં બનાવેલો ટાંકો મેં તોડી નાંખ્યો.
પોલીસ અમારી અરજી સ્વીકારતી નથી - રમેશ ટીલાળાના ભાણેજ
તો બીજી તરફ, ધારાસભ્યના બહેનના વિવાદ મામલે ભાણેજ ચેતનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હું બહાર હતો અને મારા માતાને શાપર પોલીસ લઈ ગઈ. મેં ફોન કર્યો હતો તો કહે અમે કોઈને લઈ ગયા નથી. મે કહેલું કે સીસીટીવી છે અને તે તપાસ કરો તમે ઉઠાવી જ ગયા છો. પોલીસ અમારી અરજી સ્વીકાર કરતા નથી. મે રમેશભાઈ (મામા) ને ફોન કર્યો તો કહે કે મને ખબર નથી કે પોલીસ લઈ ગયા છે કે નહિ. શાપર પોલીસ રમેશભાઈને પૂછ્યા વગર કંઈ કરતાં નથી. આ બધું કરાવવા વાળા મગનભાઈ (મામા) છે. અમારી માંગણી છે કે મારા માતાને હક્કનો હિસ્સો આપી દેવાય. શાપર પોલીસ લોકોના કામ કરતી નથી. મગનભાઈ, રમેશભાઈ ને પૂછ્યા વગર શાપર પોલીસ કામ કરતી નથી. નાગરિકોનું કામ ન કરે તો નોકરી મૂકી દો.
આ બધું પતાવો તો સારું - રમેશ ટીલાળા
ધારાસભ્ય રમેશ ટીલાળાની બહેનને દિવસભર શાપર પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવાનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. દયાબેન ઉંધાડની પોલીસ દ્વારા અટકાયત બાદ ધારાસભ્ય રમેશ ટીલાળાને તેના ભાણેજે ફોન કર્યો હતો. પોલીસ તેના મમ્મીને ઉઠાવી ગઈ હોવાની વાત રમેશ ટીલાળાને તેના ભાણેજ ચેતન ઉંધાડે કરી હતી. તો બંન્ને વચ્ચે થયેલ વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. ધારાસભ્ય રમેશ ટીલાળાએ તેના ભાણેજને કહ્યું કે, ‘મને મેટરની કાંઈજ ખબર નથી પરંતુ હવે આ બધું પતાવો તો સારું. છેલ્લા 25 વર્ષથી મેં મારી રીતે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બહેન માનતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે