ગુજરાતની જનતાનો આત્મા જગાવવા ગોપાલ ઈટાલિયાએ જાહેરમાં આપી પોતાને સજા, શરીર પર માર્યા પટ્ટા
Gopal Italia : આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં વધી રહેલા ક્રાઈમ સામે લોકોની આત્મા જગાડવા માટે સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા
Trending Photos
Gujarat Politics : ગોપાલ ઈટાલીયાએ અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગતા માંગતા ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે સુરતમાં ગોપાલ ઈટાલીયાએ જનસભા સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા.
ગોપાલ ઇટાલિયાએ જનસભામાં જણાવ્યું હતું કે, પોતે અનેક ઘટનામાં કાયદાકીય, સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે. પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી.
વધુમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીકકાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઈટાલીયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા તેની માફી માંગતા માંગતા ઈટાલીયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા કરી હતી.
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય ન અપાવી શક્યા તો ગોપાલ ઈટાલિયાએ પોતાને માર્યા પટ્ટા#Gujarat #AAP #BreakingNews #News #Amreli #Viral #ViralVideo pic.twitter.com/JenGT8doeA
— Zee 24 Kalak (@Zee24Kalak) January 6, 2025
અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહમીથી છ પટ્ટા માર્યા હતા ત્યારે ગોપાલ ઈટાલીયાએ ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાને છ પટ્ટા મારીને સજા કરેલ હતી.
ગોપાલ ઈટાલીયાએ પોતાને પટ્ટાથી માર મારીને કહ્યું હતું કે, ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઈટાલીયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે એવી આશા વ્યક્ત કરી છે.
હાલ આ કાર્યક્રમના કારણે લોકોમાં ભારે કુતૂહલ ફેલાયેલ છે.
આ ઘટના અંગે આપના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અમરેલીમાં જે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, તેને જેલમાં પટ્ટા મારવામાં આવ્યા હતા. આજે 'આપ' નેતા ગોપાલ ઇટાલીયાએ ગુજરાતની જનતાને જગાડવા માટે પોતાની જાતને સ્ટેજ પર પટ્ટા માર્યા. ગુજરાતમાં રોજેરોજ દીકરીઓની હત્યા, રેપ, ગેંગરેપ થઈ રહ્યા છે. જો આપણે નહીં જાગીએ તો ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂતોની દીકરીઓની જિંદગીઓ જોખમમાં મુકાશે. હજુ આવનારા ત્રણ વર્ષમાં ભાજપના શાસનમાં કેટલી ઘટનાઓ ઘટશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ભાજપને મત આપવાના કારણે આજે સામાન્ય ઘરની દીકરીઓ ગુનાઓનો ભોગ બની રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે