ભારે પડી ભૂલ! જો આ 3 ખતરનાક ખેલાડી ટીમમાં હોત તો ઓસ્ટ્રેલિયા ઘૂંટણિયે પડ્યું હોત, 3-1થી કાંગારુ ટીમ હારત
આ વખતે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળ્યો. ટીમ ઈન્ડિયા 3-1થી સિરીઝ હારી અને એક મેચ ડ્રો ગઈ. આ મેચમાં એવા અનેક ખેલાડીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી જે હોત તો પરિણામ કદાચ કઈક અલગ હોત.
Trending Photos
ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે મહેમાન ટીમ ઈન્ડિયાને પાંચ મેચોની હાઈ પ્રોફાઈલ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં 3-1થી હરાવી દીધી. 10 વર્ષમાં પહેલીવાર ભારતને ઓસ્ટ્રેલિયાએ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં હરાવીને ટ્રોફી પર કબજો જમાવ્યો છે. આ પરિણામથી ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સના હોશ ઉડી ગયા છે. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં એવા અનેક ધૂરંધર ખેલાડીઓ જોવા મળ્યા જેમણે રીતસરના ઓસ્ટ્રેલિયા સામે ઘૂંટણિયા ટેક્યા હોય એવું લાગ્યું. રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ, ઋષભ પંત, અને કે એલ રાહુલ જેવા ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાના બોલર્સને પોતાના પર હાવિ થવા દીધા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ ટેસ્ટ સિરીઝમાં ભારતને 3 દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરી ખુબ ભારે પડી. જો આ 3 ખેલાડીઓ ટીમમાં હોત તો ભારત નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા 3-1થી હારત. ભારતીય ટીમ મેનેજમેન્ટે આ 3 ખેલાડીઓની પસંદગી ન કરીને પોતાના જ પગ પર કુહાડી મારવાનું કામ કર્યું.
1 ચેતેશ્વર પૂજારા
ચેતેશ્વર પૂજારા જો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ સિરીઝમાં રમતો હોત તો ભારત નહીં પરંતુ કાંગારુ ટીમ 3-1થી હારત. ચેતેશ્વર પૂજારા ઓસ્ટ્રેલિયાની સ્થિતિમાં કાંગારુ બોલરોને રમવામાં મહારાથ ધરાવે છે. પૂજારા જો આ ટેસ્ટ સિરીઝમાં હોત તો તે કાંગારુ ફાસ્ટ બોલરોને છોડત નહીં. પોતાની અનુશાસિત અને ધૈર્યપૂર્ણ બેટિંગ શૈલી માટે પૂજારા જાણીતો છે. જેના દમ પર તે એક દાયકાથી પણ વધુ સમય સુધી ભારતીય ટેસ્ટ ક્રિકેટનો અભિન્ન હિસ્સો રહ્યો. ચેતેશ્વર પૂજારા ટીમ ઈન્ડિયાની દીવાલ ગણાય છે. ચેતેશ્વર પૂજારા આ ટેસ્ટ સિરીઝમાં પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, અને સ્કોટ બોલેન્ડ જેવા ફાસ્ટ બોલરોના ચીથરા ઉડાવી દેત. ચેતેશ્વર પૂજારાએ ભારત માટે અત્યાર સુધી 103 ટેસ્ટ મેચ રમી છે જેમાં 43.61ની સરેરાશથી 7195 રન કર્યા છે. પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 19 સદી, અને 35 અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાનો બેસ્ટ સ્કોર 206 રન છે. ટીમ ઈન્ડિયાની ભલાઈ માટે સિલેક્ટર્સે નંબર 3 પર પૂજારાની વાપસી કરાવવી જોઈએ. ચેતેશ્વર પૂજારાના આવવાથી મિડલ ઓર્ડર મજબૂત થશે. ભારતે 2018-19 અને 2020-21 ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. બંને સિરીઝમાં પૂજારાની ભૂમિકા મહત્વની હતી.
2. અજિંક્ય રહાણે
અજિંક્ય રહાણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ખતરનાક ફાસ્ટ બોલરો સામે રમવાનો અનુભવ ધરાવે છે. રહાણેને ઓસ્ટ્રેલિયા વિરુદધ ટેસ્ટ સિરીઝમાં રમવાની તક ન આપીને ભારતીય ટીમ મેનેજમેન્ટે પોતાના જ પગ પર કુહાડી મારવાનું કામ કર્યું છે. રહાણે એવો ખેલાડી છે જે મુશ્કેલ સ્થિતિમાં પણ ક્રિઝ પર ડટીની રન કરે છે. રહાણેએ ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી ટેસ્ટ જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી. અજિંક્ય રહાણે ભારત માટે અત્યાર સુધીમાં 85 ટેસ્ટ રમી ચૂકયો છે જેમાં તેણે 38.46 ની સરેરાશથી 5077 રન કર્યા છે. રહાણેએ ટેસ્ટ કરિયરમાં 12 સદી અને 26 અડધી સદી ફટકારી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં રહાણેનો સમાવેશ કરવા જેવો હતો. જો તે હોત તો કાંગારુ ટીમ 3-1થી હારી શકતી હતી. રહાણેએ પોતાની કેપ્ટન્સીમાં ભારતને 2020-21ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં 2-1થી ટેસ્ટ સિરીઝ જીતાડી હતી. તત્કાલિન કેપ્ટન વિરાટ કોહલી તે વખતે એડિલેડમાં પિંક બોલ ટેસ્ટ મેચ રમ્યા બાદ પુત્રીના જન્મને કારણે ભારત પાછો ફર્યો હતો.
3. મોહમ્મદ શમી
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તક ન આપીને ટીમ મેનેજમેન્ટે મોટી ભૂલ કરી નાખી. મોહમ્મદ શમીએ હંમેશાથી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટ વખતે પોતાના સારા પ્રદર્શનથી વાહવાહ મેળવી છે. મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહની જોડી ઓસ્ટ્રેલિયના ખેલાડીઓ માટે કાળ બની શકતી હતી. જસપ્રીત બુમરાહને બાદ કરીએ તો આ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારતના બાકી ફાસ્ટ બોલરો સરેરાશ જોવા મળ્યા. સૌથી વધુ નિરાશ મોહમ્મદ સિરાજે કર્યા. મોહમ્મદ સિરાજે આ સિરીઝમાં ભલે 16 વિકેટ લીધી પરંતુ તેણે 503 રન પણ આપ્યા. આખી સિરીઝમાં ફક્ત જસપ્રીત બુમરાહે જ ભારતીય ટીમનો બોજો પોતાના ખભા પર ઉઠાવી રાખ્યો હતો. બુમરાહે આ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ 32 વિકેટો લીધી. શમી જો આ ટેસ્ટ સિરીઝ માટે પસંદ થયો હોત તો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને જબરદસ્ત સપોર્ટ મળત. શમીએ ભારત માટે 64 ટેસ્ટ મેચોમાં 229 વિકેટ લીધી છે. મોહમ્મદ શમી આ સિવાય નીચલા ક્રમમાં બેટિંગ કરતા તાબડતોબ અંદાજમાં છગ્ગા પણ ફટકારે છે. મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાં 25 છગ્ગા માર્યા છે. મોહમ્મદ શમી જો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 ટેસ્ટ મેચની સિરીઝમાં હોત તો ભારત નહીં પરંતુ કાંગારુ ટીમ 3-1થી હારી શકતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે