એડોપ્શન News

Photos : જામનગરથી જોડિયા બાળકોને દત્તક લઈને દિલ્હીના દંપતીએ પોતાનો પરિવાર પૂરો કર્યો
પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ....પારણીયે ઝૂલે રે ઝીણી જ્યોત રે.....અદકા અજવાળા એની આંખમાં રે લોલ..... મકરંદ દવેની આ પંક્તિ બાળ જન્મથી પરિવારમાં ઉત્સવના વાતાવરણની ઝલક દર્શાવી જાય છે. તો વળી માતા-પિતા વગરના બાળકોના વલોપાત વિશે પણ અનેક રચનાઓ બની છે. ત્યારે જામનગરમાં શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થાના આંગણે દિલ્હીના એક પરિવારને પોતાના બાળકો અને બાળકોને તેમના માતા-પિતાનો મેળાપ થવાના શુભ અવસરનું નિર્માણ થયું હતું. જામનગરની સેવા સંસ્થા શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં માતા-પિતાથી વંચિત એવા જુડવા બાળકો ભરત અને ભારતીને દિલ્હીના દંપતી અમિત શ્રીવાસ્તવ અને અર્ચનાબેન દ્વારા દત્તક વિધાન મુજબ કાયદાકીય રીતે જુડવા બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. આ સમયે બાળકોને સૂત્રમાળા પહેરાવી, રક્ષા બાંધી અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે તેમના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. બંને બાળકોને પરિવાર મળતાં રાજયમંત્રી, સંસ્થાના  ટ્રસ્ટીઓ, કર્મીઓ સર્વેએ આનંદની લાગણી વ્યક્ત હતી અને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તેમના માતા-પિતાને સોંપ્યા હતા. 
Jul 29,2020, 13:00 PM IST

Trending news