રવિ શાસ્ત્રીનો દાવો: વિરાટ કોહલી આટલા વર્ષો સુધી ક્રિકેટ જગત પર રાજ કરશે
રવિ શાસ્ત્રીનું માનવું છે કે કેપ્ટનશીપથી અલગ થયા પછી પણ વિરાટ કોહલી આગામી 3-4 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાલ મચાવી શકે છે.
Trending Photos
મસ્કટ: ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ સલાહ આપી છે કે વિરાટ કોહલી આગામી 3-4 વર્ષ સુધી ધૂઆંધાર પ્લેયરની જેમ રમી શકે છે, જો કે તે શ્રેણીમાંથી 2-3 મહિનાનો વિરામ લે.
વિરાટે છોડી દીધી હતી ટેસ્ટ કેપ્ટનશિપ
દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં 1-2 થી કારમી હાર બાદ વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું હતું. તેણે આ ફોર્મેટની 68 મેચોમાં કેપ્ટનશિપ કરી અને રેકોર્ડ 40 મેચ જીતી.
'આગામી 5 વર્ષ સુધી રમી શકે છે કોહલી'
રવિ શાસ્ત્રી ઈચ્છે છે કે વિરાટ કોહલી થોડો આરામ કરે અને પોતાની બેટિંગ પર ધ્યાન આપે. ભારતના પૂર્વ હેડ કોચનું માનવું છે કે 'કિંગ કોહલી'ના જીવનમાં ક્રિકેટના 5 સારા વર્ષ બાકી છે.
'2-3 મહિનાનો બ્રેક લે વિરાટ'
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરની યુટ્યુબ ચેનલ પર રવિ શાસ્ત્રીએ કહ્યું, 'તે 33 વર્ષનો છે અને જાણે છે કે આગામી 5 વર્ષમાં તે ક્રિકેટમાં સારો દેખાવ કરી શકે છે, તેણે ધીરજ રાખવી જોઈએ અને બેટિંગ પર ધ્યાન આપવું જોઈએ, એક સમયે એક રમત રમવી જોઈએ અને કદાચ રમતમાંથી વિરામ પણ લે. મને લાગે છે કે તેણે 2-3 મહિના માટે બહાર બેસીને શ્રેણીમાંથી બ્રેક લેવો જોઈએ, તે તેના માટે સારું રહેશે.
'ટીમ પ્લેયર તરીકે રમે કોહલી'
રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, 'તેણે પાછા આવવું જોઈએ અને આગામી 3-4 વર્ષ સુધી કિંગની જેમ રમવું જોઈએ. તમે જાણો છો કે તેની પાસે ખૂબ જ સ્પષ્ટ દ્રષ્ટિ છે, તે જાણે છે કે તેનું કામ અને ભૂમિકા શું છે, અને તે ફરીથી ટીમ પ્લેયર તરીકે રમી શકે છે, ત્યાં જ હું વિરાટ કોહલીને જોવા માંગુ છું. તેણે આવીને ટીમના ખેલાડી તરીકે મોટું યોગદાન આપવું જોઈએ અને તેને જીતવામાં મદદ કરવી જોઈએ.
કિંગ કોહલીના શાનદાર રેકોર્ડ
વિરાટ કોહલીની ગણના વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તેણે ટેસ્ટમાં 7962 રન, વનડેમાં 12285 રન અને T20 ઈન્ટરનેશનલમાં 3227 રન બનાવ્યા છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 સદી ફટકારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે