66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 પત્ની સાથે છૂટાછેડા બાદ ફરી લગ્નને કહી આ વાત

Lucky Ali Hints 4th Marriage: 66 વર્ષના સિંગર અને એક્ટરે તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના ચોથા લગ્નનો સંકેત આપ્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર લોકો દંગ રહી ગયા છે. આ સિંગર બોલિવૂડનો ફેમસ ચહેરો છે. 

66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 પત્ની સાથે છૂટાછેડા બાદ ફરી લગ્નને કહી આ વાત

Lucky Ali Hints 4th Marriage: બોલિવૂડમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા જ રફ્તારના લગ્ન થયા અને હવે પ્રિયંકા ચોપરાનો ભાઈ પણ તેની પત્ની સાથે નવી સફર પર નીકળ્યો છે. પરંતુ હવે લાગે છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત 66 વર્ષનો સિંગર અને એક્ટર પણ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો છે. હાલમાં જ તેણે એવી હિંટ આપી હતી જેને લોકો ચોથા લગ્નનાના સંકેત તરીકે જોઈ રહ્યા છે.

ચોથી વખત લગ્ન કરવાનો આપ્યો સંકેત
આ સિંગર અને એક્ટર બીજું કોઈ નહીં પણ લકી અલી છે. લકી અલી તાજેતરમાં એક ઇવેન્ટમાં આવ્યો હતો જેમાં તેણે એવી વાત કહી હતી કે, લોકો તેને ચોથા લગ્નના સંકેત તરીકે જોઈ રહ્યા છે. આ ઇવેન્ટ દિલ્હીની સુંદર નર્સરી ખાતે યોજાયેલ 18મો કથાકર ઇન્ટરનેશનલ સ્ટોરી ટેલર ફેસ્ટિવલ હતો. જેમાં સિંગરે પોતાના સપનાની વાત કરી, જેને સાંભળીને ત્યાં હાજર દરેક લોકો દંગ રહી ગયા.

મારું સપનું છે લગ્ન કરવાનું
લકી અલીએ આ કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું અને આઇકોનિક ગીતો વિશે વાત કરી હતી. આ દરમિયાન લકી અલીને પૂછવામાં આવ્યું કે, તેનું આગામી સપનું શું છે. ત્યારે 66 વર્ષના સિંગરના મોઢામાંથી એવી વાત નીકળી કે લોકો દંગ રહી ગયા. લકી અલીએ કહ્યું કે- 'મારું સપનું ફરી લગ્ન કરવાનું છે.' લકીના આ નિવેદન બાદથી લોકો તેના ચોથા લગ્ન વિશે અટકળો લગાવી રહ્યા છે.

લકીને છે 5 બાળકો 
લકી અલીએ પહેલા લગ્ન 1996માં  મેઘન સાથે કર્યા હતા. તેણી ઓસ્ટ્રેલિયન હતી. લકીને તેમનાથી બે બાળકો હતા. પરંતુ બન્ને અલગ થઈ ગયા. આ પછી તેણે 2000માં પારસી મહિલા અનાહિતા સાથે લગ્ન કર્યા. આ લગ્નથી લકીને બે બાળકો પણ છે. આ પછી તેણે 2010માં કેટ એલિઝાબેથ હલમ સાથે લગ્ન કર્યા. પરંતુ વર્ષ 2017માં તેમના છૂટાછેડા થઈ ગયા. આનાથી લકીને એક પુત્ર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news