IND vs WI: વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ જાહેર, આ સ્ટાર સ્પિનરની થઈ વાપસી
ભારતીય ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં કુલદીપ યાદવની વાપસી થઈ છે. તો યુવા સ્પિનર રવિ બિશ્નોઈને પ્રથમવાર ટીમમાં જગ્યા મળી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Team India Squad For West Indies Series: દક્ષિણ આફ્રિકાના પ્રવાસની કડવી યાદોને ભુલાવીને ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આ વર્ષની પ્રથમ જીત મેળવવા ઈચ્છશે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઘરેલૂ ધરતી પર ત્રણ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ રમવાની છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. તો જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા હજુ ફિટ થઈ શક્યા નથી.
ભારતીય વનડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઋુતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, દીપક હુડા, રિષભ પંત, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન.
ODI squad: Rohit Sharma (Capt), KL Rahul (vc), Ruturaj Gaikwad, Shikhar, Virat Kohli, Surya Kumar Yadav, Shreyas Iyer, Deepak Hooda, Rishabh Pant (wk), D Chahar, Shardul Thakur, Y Chahal, Kuldeep Yadav, Washington Sundar, Ravi Bishnoi, Mohd. Siraj, Prasidh Krishna, Avesh Khan
— BCCI (@BCCI) January 26, 2022
ટી20 ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, વેંકટેશ અય્યર, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ.
T20I squad: Rohit Sharma(Capt),KL Rahul (vc),Ishan Kishan,Virat Kohli,Shreyas Iyer,Surya Kumar Yadav, Rishabh Pant (wk),Venkatesh Iyer,Deepak Chahar, Shardul Thakur, Ravi Bishnoi,Axar Patel, Yuzvendra Chahal, Washington Sundar, Mohd. Siraj, Bhuvneshwar, Avesh Khan, Harshal Patel
— BCCI (@BCCI) January 26, 2022
વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસનો કાર્યક્રમ
પ્રથમ ODI - 6 ફેબ્રુઆરી (અમદાવાદ)
બીજી ODI - 9 ફેબ્રુઆરી (અમદાવાદ)
ત્રીજી ODI - 12 ફેબ્રુઆરી (અમદાવાદ)
T20 શ્રેણી
પ્રથમ T20 - 15મી ફેબ્રુઆરી (કોલકાતા)
બીજી T20 - 18 ફેબ્રુઆરી (કોલકાતા)
ત્રીજી T20 - 20 ફેબ્રુઆરી (કોલકાતા).
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે