ગુજરાતના માત્ર 10 જિલ્લામાં જ છે પીવાલાયક પાણી, તમારા હોશ ઉડાવી દેશે આ રિપોર્ટ
Drinking Water: લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે ખુબ જરૂરી છે. પરંતુ વિકસિત ગુજરાતમાં માત્ર ગણતરીના જિલ્લાઓ એવા છે જેનું પાણી પીવાલાયક છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાણીના તળ ઊંડા પહોંચી ગયા છે. તેવામાં ગુજરાતના પાણીને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ જાણીને તમે પણ ચોંકી જશો.
આવું પાણી પીતા નહિ
ગુજરાતના 33 માંથી 23 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં નાઈટ્રેટ કન્ટાઈન્ટમેન્ટનું પ્રમાણ મળી આવ્યું છે. આ પ્રમાણ 45 મિલીગ્રામથી વધારે હોવાનો ભારત સરકારનો નવો રિપોર્ટ કહે છે. એક તરફ ગુજરાત સરકાર કરોડો રૂપિયા ખર્ચીને જળસંચય અભિયાન ચલાવે છે. પરંતું તેમ છતાં ગુજરાતીઓના નસીબમાં ચોખ્ખુ અને સ્વચ્થ પાણી પીવાનું નથી. કેમ કે ગુજરાતના ભૂગર્ભજળમાં ફ્લોરાઈડ, આર્સેનિક, સીસુ, આયર્ન, નાઈટ્રેટ સહિતના જોખમી તત્વોની માત્રા જોવા મળી છે.
આ જિલ્લાઓના ભૂગર્ભજળમાં ફ્લોરાઇડની માત્રા વધુ
ભારત સરકારના જળશક્તિ મંત્રાલયે એક રિપોર્ટમાં સામે આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પોરબંદર, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાના વિસ્તારોના ભૂગર્ભજળમાં ફ્લોરાઇડની માત્રા 1.5 એમજીથી વધુ છે. એટલે કે અહીં પાણી પીવાલાયક નથી.
માત્ર ગણતરીના જિલ્લાઓમાં પીવાલાયક પાણી
ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ છે. તેમાંથી મોટા ભાગના જિલ્લાઓમાં પાણી પીવાલાયક નથી. એટલે કે રાજ્યમાં ગણતરીના જિલ્લાઓ એવા છે જ્યાં પાણીની સ્થિતિ સારી છે અને આ પાણી પીવાલાયક છે.
નાઈટ્રેટયુક્ત પાણીથી શું થાય
આવું પાણી પીવાથી માણસોને બહુ જ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. નાઈટ્રેટવાળું પાણી પીવાથી ગેસ્ટ્રીક કેન્સર, હાઈપર ટેન્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો આ પાણીથી ખોડખાંપણવાળા બાળકો પણ થઈ શકે છે. આવા પાણીથી હાર્ટ, ફેફસાંની સમસ્યા ધરાવતા નાગિરકોને વધુ બીમારી આવવાની શક્યતા છે.
ગુજરાતમાં ક્યાં સૌથી વધારે ભૂગર્ભજળ ઉલેચાય છે?
તેની વાત કરીએ તો, બનાસકાંઠામાં દાંતીવાડા, ધાનેરા, દિયોદર, કાંકરેજ, લાખણી, થરાદ તાલુકો, ગાંધીનગરમાં દહેગામ અને ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ ભૂગર્ભ જળ ઉલેચાઈ રહ્યાં છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં ભેંસણી, જૂનાગઢ શહેર અને માણાવદર તાલુકો ભૂગર્ભ જળ ઉલેચવામાં આગળ છે. કચ્છમાં ભૂજ, ભચાઉ અને માંડવી તાલુકો, પાટણમાં ચાણસ્મા અને પાટણ તાલુકો અને સાબરકાંઠામાં પ્રાંતિજ તાલુકો તેમજ વડોદરામાં પાદરા તાલુકો... આ એવા તાલુકાના નામ છે જ્યાં સૌથી વધારે ભૂગર્ભજળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Trending Photos