વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે જાહેરાતના હોર્ડિંગ્સ
દરેક શહેરોમાં જાહેર રસ્તાઓ પર જાહેરાતના મોટા-મોટા હોર્ડિંગ્સ જોવા મળતા હોય છે. આ હોર્ડિંગ્સને કારણે ક્યારેક સમસ્યા પણ થતી હોય છે. આ વચ્ચે વડોદરા મહાનગર પાલિકાએ મોટો નિર્ણય લીધો છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરાઃ મહાનગરો અને મોટા શહેરોમાં નજર કરીએ ત્યાં મોટા મોટા હોડિંગ્સ જોવા મળતા હોય છે. કોઈ હોડિંગ્સ રાજકીય હોય છે તો કોઈ ખાનગી કંપની કે જાહેરાતોનું હોય છે. આ હોડિંગ્સથી ઘણીવાર અકસ્માત સર્જાય છે...તો વાવાઝોડાના સમયે આ હોડિંગ મોટી તારાજી સર્જતા હોય છે...ત્યારે વડોદરા કોર્પોરેશને એક મોટો નિર્ણય કર્યો છે...શું છે આ નિર્ણય?, શું થશે તેનાથી લાભ?...જુઓ આ અહેવાલમાં....
વડોદરામાં હોર્ડિંગ્સ નહીં જોવા મળે
હવે તમે વડોદરા શહેરમાં જશો તો તમને હોડિંગ્સ જોવા નહીં મળે...જાહેર માર્ગો, ચાર રસ્તા કે પછી મોટી મોટી ઈમારતો પર મોટા મોટા હોડિંગ્સ જોવા નહીં મળે...આ હોડિંગ્સ પછી રાજકીય હોય કે કોઈ જાહેરાતના..એકપણ હોડિંગ્સ લગાવી નહીં શકાય....વડોદરા કોર્પોરેશનની બેઠકમાં એક મોટો ઠરાવ કરવામાં આવ્યો....અને શહેરનો હોડિંગ્સ ફ્રી કરવાનો નિર્ણય લેવાયો છે...પહેલી માર્ચથી આ નિર્ણય લાગી કરી દેવાશે.
કોર્પોરેશનનો મોટો નિર્ણય
વડોદરા કોર્પોરેશનનો આ નિર્ણય ખુબ જ મહત્વપૂર્ણ અને મોટો છે...કારણ કે ઘણીવાર હોડિંગ્સ ધરાશાયી થતાં હતાં અને તેના કારણે મોટી દુર્ઘટના બનતી હતી...હોડિંગ્સને કારણે અકસ્માતો થતાં અને વાવાઝોડામાં તો મોટી તારાજી પણ થતી હતી...ત્યારે કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો....સાથે જ એવો પણ નિર્ણય લેવાયો છે કે કોર્પોરેશન જ અન્ય કોઈ સ્થળે હોડિંગ્સ લગાવવા માટે વ્યવસ્થા કરશે...જાહેરાતો માટે શહેરમાં કિયોસ્ક લગાવાશે, અને ટેમ્પરરી લોખંડના સ્ટ્રક્ચર ઉભા કરાશે....
શું લેવાયો નિર્ણય?
અન્ય કોઈ સ્થળે હોડિંગ્સ લગાવવા માટે વ્યવસ્થા કરાશે
જાહેરાતો માટે શહેરમાં કિયોસ્ક લગાવાશે
ટેમ્પરરી લોખંડના સ્ટ્રક્ચર ઉભા કરાશે
શહેરના લોકો LED સ્ક્રીનમાં પણ જાહેરાત જોઈ શકશે તે માટે વડોદરા કોર્પોરેશન ખાસ વ્યવસ્થા કરવાનું છે. શહેરના તમામ હોદ્દેદારો અને ધારાસભ્યોએ મળીને આ નિર્ણય લીધો છે....
તો VMCના નિર્ણયને સ્થાનિક લોકોએ પણ આવકાર્યો છે. અને ઠરાવનું મજબૂતાઈથી પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી.....
વડોદરા શહેર દિવસેને દિવસે વિકસી રહ્યું છે...સતત થતો શહેરનો વિકાસ અને વિકાસની વચ્ચે હોડિંગ્સ ઘણીવાર જોખમ સર્જતા હતા...ત્યારે કોર્પોરેશનનો આ નિર્ણય આવકારદાયક છે. પરંતુ એ જોવાનું રહેશે કે VMC તેનું કેટલું પાલન કરી બતાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે